JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

કોલકાતામાં ટીનએજર અને તેના પિતાને નગ્નાવસ્થામાં ફેરવનાર આરોપીઓનું પોલીસ દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું

Oct 27, 2026 | 20:45 | By JAMNAGAR MIRROR
કોલકાતામાં ટીનએજર અને તેના પિતાને નગ્નાવસ્થામાં ફેરવનાર આરોપીઓનું પોલીસ દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું
પશ્ચિમ બંગાળના બેહાલા વિસ્તારમાં સગીરા સાથેના સંબંધ મામલે ટીનએજર, તેના પિતા અને મિત્રને નગ્ન કરીને ફેરવવાની ઘટના સામે આવી હતી. પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરીને ઘટનાસ્થળે જ શર્ટ વગર અને ખુલ્લા પગે તેમનું પરેડ કરાવીને કાયદાનો પાઠ ભણાવ્યો છે.

કોલકાતાના બેહાલા વિસ્તારના સરસુના વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જ્યાં એક 17 વર્ષીય ટીનએજર તેની સગીર ગર્લફ્રેન્ડને મળવા ગયો હતો ત્યારે છોકરીના પરિવારજનોએ તેને પકડી લીધો હતો. આ મામલો ત્યારે વણસ્યો જ્યારે છોકરીના પરિવારના સભ્યોએ ટીનએજર, તેના પિતા અને મિત્રને ઘરમાં પૂરીને બેરહેમીથી માર માર્યો હતો અને તેમને ગનપોઈન્ટ પર રાખીને વિસ્તારમાં નગ્ન થઈને ફરવાની બાનમાં લીધા હતા. જીવના જોખમને કારણે આ ત્રણેય પીડિતોએ મજબૂર થઈને વિસ્તારની ગલીઓમાં નગ્નાવસ્થામાં ચાલવું પડ્યું હતું અને કોઈએ આ ઘટનાનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો, જે બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

પોલીસે આ મા Aમલાની ગંભીરતાથી નોટિસ લઈને ત્વરિત કાર્યવાહી કરી અને સગીરાના પિતા, મામા અને મોટા ભાઈ સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મંગળવારે પોલીસ આ ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળ એટલે કે બેહાલાના ખુદીરામ પલ્લી વિસ્તારમાં પરત લઈ ગઈ હતી, જ્યાં તેમણે ક્રાઈમ સીનનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આરોપીઓની કમરે દોરડા બાંધીને તેમને શર્ટ વગર અને ખુલ્લા પગે એ જ વિસ્તારમાં ફેરવ્યા હતા જ્યાં તેમણે પીડિતોને નગ્ન કરીને જુલૂસ કાઢ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે ઘટનાના દિવસે ટીનએજરને બચાવવા આવેલી તેની માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે ખસેડવામાં આવી હતી અને આરોપીઓ દ્વારા હથિયારના ઉપયોગ અંગે પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

પોલીસની આ સખત અને ત્વરિત કાર્યવાહીને કારણે સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણી છે અને ઘણા લોકો તેને પીડિતો સાથે થયેલા અપમાન સામે ઇન્સ્ટન્ટ જસ્ટિસ ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડિયો વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં રોષ ફેલાયો હતો, જેના પગલે પ્રશાસને તાત્કાલિક ધોરણે કડક પગલાં લીધા છે. હાલ પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અને હથિયારના કાયદેસર કે ગેરકાયદેસર હોવા અંગે વધુ તપાસ કરી રહી છે, જેથી આવા ગુનાખોરોમાં કાયદાનો સાચો ડર બેસી શકે અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે.

LATEST ARTICLES