JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમેરિકામાં ધર્મ અને રાજકારણની આડમાં કરોડોનું કૌભાંડ આચરનાર બિઝનેસમેનને 15 વર્ષની જેલ

Oct 27, 2026 | 20:20 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં ધર્મ અને રાજકારણની આડમાં કરોડોનું કૌભાંડ આચરનાર બિઝનેસમેનને 15 વર્ષની જેલ
જ્યોર્જિયાના 69 વર્ષના એડવિન બ્રાન્ટ ફ્રોસ્ટે 300થી વધુ રોકાણકારોને ચૂનો લગાવીને 76 મિલિયન ડોલરનું પોન્ઝી સ્કીમ કૌભાંડ આચર્યું હતું. કોર્ટે તેને જેલની સજા ફટકારવાની સાથે કમાણી પરત કરવાનો પણ આદેશ આપ્યો છે.

અમેરિકાના જ્યોર્જિયામાં ધર્મ અને રૂઢિચુસ્ત રાજકારણનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી આચરનાર એક મોટા ફ્રોડનો પર્દાફાશ થયો છે. ન્યુનન સ્થિત ફર્સ્ટ લિબર્ટી બિલ્ડિંગ એન્ડ લોન કંપની ચલાવતા 69 વર્ષના બિઝનેસમેન એડવિન બ્રાન્ટ ફ્રોસ્ટ IV એ 300થી વધુ રોકાણકારોને શિકાર બનાવીને 76 મિલિયન ડોલર એટલે કે આશરે 58.5 મિલિયન પાઉન્ડનું જંગી પોન્ઝી સ્કીમ કૌભાંડ આચર્યું હતું. એડવિન રોકાણકારોને ઊંચા વળતર અને વ્યાપારિક લોનમાં સુરક્ષાની ખાતરી આપીને ભોળવતો હતો, પરંતુ અંદરખાને તેનું બિઝનેસ સામ્રાજ્ય આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યું હતું. ફેડરલ કોર્ટમાં વાયર ફ્રોડના ગુનાની કબૂલાત કર્યા બાદ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લેઇ માર્ટિન મે દ્વારા તેને 15 વર્ષની ફેડરલ જેલની સજા ફટકારવામાં આવી છે અને કોર્ટે તેને 76,454,374.39 ડોલર રકમ વળતરરૂપે ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.

આ કૌભાંડની વિગતો આપતા તપાસકર્તાઓએ જણાવ્યું કે એડવિન 2021થી જુલાઈ 2025 દરમિયાન રોકાણકારો પાસેથી ટૂંકા ગાળાની બ્રિજ લોન માટે નાણાં મંગાવતો હતો અને તેમને દર મહિને 8 ટકાથી 18 ટકા સુધીનું માસિક વળતર આપવાનું પ્રલોભન આપતો હતો. તેણે પોતાની કંપની ક્રિશ્ચિયન મૂલ્યો ધરાવતી અને નાના બિઝનેસને મદદ કરતી હોવાનું ખોટું ચિત્ર ઊભું કર્યું હતું. વાસ્તવમાં લોન નિષ્ફળ જવા લાગી હતી અને કંપની મુશ્કેલીમાં હતી, છતાં એડવિને આ વાત છુપાવી દીધી અને નવા રોકાણકારોના નાણાં જૂના રોકાણકારોને વ્યાજ ચૂકવવામાં વાપર્યા. આ ચોંકાવનારા કૌભાંડના નાણાંથી તેણે મોજશોખ પાછળ પાણીની જેમ પૈસા વેર્યા હતા, જેમાં 230,000 ડોલર મેઈનમાં લક્ઝરી હોલિડે રેન્ટલ પાછળ, 140,000 ડોલર જ્વેલરી શોપમાં, 20,800 ડોલરની પાટેક ફિલિપ વોચ, 335,000 ડોલર દુર્લભ કોઈન ડીલરને, 2 મિલિયન ડોલરથી વધુ પોતાના પર્સનલ ક્રેડિટ કાર્ડ સ ચૂકવવામાં અને 570,000 ડોલર રાજકીય ફાળામાં વાપર્યા હતા.

આ કૌભાંડના કારણે સેંકડો વરિષ્ઠ નાગરિકો અને રિટાયર્ડ રોકાણકારોની આખીિ જિંદગીની બચત ડૂબી ગઈ હતી. યુએસ એટર્ની અને એફબીઆઈના અધિકારીઓએ આ કેસને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું હતું કે આરોપીએ લોકોની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ખેલ કરીને પોતાની તિજોરી ભરી હતી. એફબીઆઈ અને એફડીઆઈસી સહિતની એજન્સીઓની સંયુક્ત તપાસ બાદ આ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. 12 મે 2026ના રોજ ગુનો કબૂલ કરનાર એડવિનને 15 વર્ષની જેલની સજા ઉપરાંત જેલવાસ પૂરો થયા બાદ 3 વર્ષ માટે સુપરવાઇઝ્ડ રિલીઝ પર રહેવું પડશે.

LATEST ARTICLES