JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

દિલ્હીમાં એન્ટ્રી લેતા પહેલા ચેક કરી લો તમારી ગાડી, નોન-BS6 વ્હીકલ પર લાગવા જઈ રહ્યો છે પ્રતિબંધ

Oct 27, 2026 | 17:20 | By JAMNAGAR MIRROR
દિલ્હીમાં એન્ટ્રી લેતા પહેલા ચેક કરી લો તમારી ગાડી, નોન-BS6 વ્હીકલ પર લાગવા જઈ રહ્યો છે પ્રતિબંધ
દિલ્હી સરકાર વિન્ટર પોલ્યુશનને કાબૂમાં લેવા માટે કડક પગલાં ભરી રહી છે, જે અંતર્ગત બહારના રાજ્યોમાંથી આવતી નોન-BS6 ગાડીઓની એન્ટ્રી પર રોક લગાવવામાં આવશે. ગુડગાંવ, નોઈડા અને ગાઝિયાબાદ સહિતના NCR વિસ્તારના 10 લાખથી વધુ વાહનચાલકો પર આ નિયમની સીધી અસર પડશે.

દિલ્હીમાં વધતા પ્રદૂષણને રોકવા માટે સરકારે અત્યારથી જ કમર કસી લીધી છે અને આગામી શિયાળાની સિઝનને ધ્યાનમાં રાખીને એક મોટો નિયમ બનાવવામાં આવ્યો છે. જો તમે ગુડગાંવ, નોઈડા, ફરીદાબાદ કે ગાઝિયાબાદ જેવા NCR વિસ્તારોમાંથી દિલ્હી તરફ ગાડી લઈને જઈ રહ્યા છો, તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. દિલ્હી સરકાર દ્વારા આગામી 1 નવેમ્બર 2026 થી લઈને 31 જાન્યુઆરી 2027 સુધી બહારના રજિસ્ટર્ડ થયેલા અને BS6 નોર્મ્સમાં ન આવતા વાહનોની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. શિયાળા દરમિયાન દિલ્હીની હવાની ગુણવત્તા બગડતી અટકાવવા માટે વિન્ટર એક્શન પ્લાન હેઠળ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી પ્રદૂષણના સ્તરમાં ઘટાડો કરી શકાય.

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અંદાજ મુજબ આ નવા નિયમથી આસપાસના NCR વિસ્તારોના લગભગ 10 લાખથી વધુ વાહનો પ્રભાવિત થઈ શકે છે. એકલા ગુડગાંવ અને ફરીદાબાદમાં જ આશરે 2 લાખ નોન-BS6 વાહનો છે, જેમાં 70 ટકા જેટલા વાહનો BS3 અને BS4 કેટેગરીના છે અને 50,000 જેટલા કોમર્શિયલ વ્હીકલ સામેલ છે. જ્યારે નોઈડા અને ગ્રેટર નોઈડામાં આવા 4 લાખથી વધુ વાહનો છે, જેમાં મોટાભાગની પેટ્રોલ કાર છે અને ગાઝિયાબાદમાં પણ આંકડો આશરે 4 લાખની આસપાસ છે. જો કે રાહતના સમાચાર એ છે કે સીએનજી (CNG) અને ઈલેક્ટ્રિક વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, તેમજ BS6 નોર્મ્સનું પાલન કરતી બસો અને ટ્રકો પણ દિલ્હીમાં પ્રવેશી શકશે.

તમારી ગાડી BS4 છે કે BS6 તે ચેક કરવા માટે વાહન માલિકોએ પેરિવહન સેવા વેબસાઇટ કે મોબાઈલ એપ પર જઈને VAHAN ડેટાબેઝમાં 'નો યોર વ્હીકલ ડિટેલ્સ' ઓપ્શન પસંદ કરવાનો રહેશે. તેમાં ગાડીનો રજિસ્ટ્રેશન નંબર નાખીને વેરિફિકેશન પૂરું કર્યા પછી તમને 'એમિશન નોર્મ્સ' નું ખાનું જોવા મળશે, જ્યાં ગાડીનું સ્ટાન્ડર્ડ જાણી શકાશે. આ ઉપરાંત આરસી (RC) બુકમાં પણ આ વિગત જોઈ શકાય છે અથવા અધિકૃત ડીલરનો સંપર્ક કરી શકાય છે. આ નિયમનો કડક અમલ કરવા માટે દિલ્હીની બોર્ડર પર એએનપીઆર (ANPR) કેમેરા અને એઆઈ (AI) આધારિત કેમેરા ગોઠવવામાં આવશે તેમજ 300 જેટલા ટ્રાન્સપોર્ટ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવશે જેથી નિયમ તોડનારાઓ સામે કડક કાર્યવાહી થઈ શકે.

LATEST ARTICLES