JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

નેશનલ પેન્શન સિસ્ટમ યૂઝર્સ માટે મોટા સમાચાર, ચાર્જ લાગુ કરવાની ડેડલાઈન લંબાઈ

Oct 27, 2026 | 18:11 | By JAMNAGAR MIRROR
નેશનલ પેન્શન સિસ્ટમ યૂઝર્સ માટે મોટા સમાચાર, ચાર્જ લાગુ કરવાની ડેડલાઈન લંબાઈ
PFRDAએ નેશનલ પેન્શન સિસ્ટમ અને NPS લાઈટના યૂઝર્સને મોટી રાહત આપતા રિવાઇઝ્ડ PoP ચાર્જ લાગુ કરવાની ડેડલાઈન 1 ઓક્ટોબર 2026થી વધારીને 1 ડિસેમ્બર 2026 કરી દીધી છે. આ નવા નિયમો અંતર્ગત ઓનબોર્ડિંગ ચાર્જ અને વાર્ષિક ફી અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે.

દેશના લાખો નેશનલ પેન્શન સિસ્ટમ અને NPS લાઈટના સબ્સ્ક્રાઇબર્સ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રિવાઇઝ્ડ પોઈન્ટ ઓફ પ્રેઝન્સ ચાર્જ લાગુ કરવાની ડેડલાઈનમાં 1 મહિના કરતા વધુનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ નિયમ 1 ઓક્ટોબર 2026થી લાગુ થવાનો હતો, જે હવે વધારીને 1 ડિસેમ્બર 2026 કરવામાં આવ્યો છે. ઓથોરિટી દ્વારા ગત 26 ઓક્ટોબર 2026ના રોજ જારી કરવામાં આવેલા સર્ક્યુલરમાં આ ડેડલાઈન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, ગત 28 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરાયેલા જૂના સર્ક્યુલરની અન્ય તમામ જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે અને માત્ર અમલીકરણની તારીખમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ નવા માળખા હેઠળ જો કોઈ સબ્સ્ક્રાઇબર PoP દ્વારા રજીસ્ટ્રેશન કરાવે તો તેણે પ્રત્યેક પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર દીઠ 200 રૂપિયાનો વન-ટાઇમ ઓનબોર્ડિંગ ચાર્જ ચૂકવવો પડશે. ખાસ વાત એ છે કે આ 200 રૂપિયા એકસાથે સબ્સ્ક્રાઇબરના અકાઉન્ટમાંથી કાપવામાં આવશે નહીં, પરંતુ સેન્ટ્રલ રેકર્ડકીપિંગ એજન્સી દ્વારા યુનિટ્સ કેન્સલ કરીને દર ક્વાર્ટરના 50 રૂપિયા લેખે વસૂલવામાં આવશે. આ ઉપરાંત, તમામ સ્કીમ્સ માટે એસેટ અંડર મેનેજમેન્ટના વાર્ષિક 0.20 ટકા રકમ નેટ એસેટ વેલ્યુ દ્વારા એડજસ્ટ કરીને ક્વાર્ટરલી ધોરણે PoPને ચૂકવવામાં આવશે. જો કોઈ સબ્સ્ક્રાઇબર ડિજિટલ કે નોન-ફેસ-ટુ-ફેસ માધ્યમથી ઓનબોર્ડિંગ પ્રક્રિયા પૂરતી કરે છે, તો તેણે માત્ર 100 રૂપિયાનો વન-ટાઇમ ચાર્જ ચૂકવવાનો રહેશે.

ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે ડોરમેંટ એટલે કે નિષ્ક્રિય અકાઉન્ટ્સ પર કોઈ ચાર્જ લાગશે નહીં. જે અકાઉન્ટમાં સતત 4 ક્વાર્ટર સુધી કોઈ યોગદાન આપવામાં આવ્યું ન હોય તેને ડોરમેંટ અકાઉન્ટ ગણવામાં આવશે. આ સાથે જ NPSમાં નવું મિનિમમ કોન્ટ્રિબ્યુશન પણ નક્કી કરવામાં આવ્યું છે, જે મુજબ ઓનબોર્ડિંગ સમયે સબ્સ્ક્રાઇબરે ઓછામાં ઓછા 250 રૂપિયાનું યોગદાન આપવું પડશે, જ્યારે ત્યારબાદના કોન્ટ્રિબ્યુશન માટે મિનિમમ રકમ 10 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ડેડલાઈન લંબાવાથી યૂઝર્સને નવા ચાર્જ સ્ટ્રક્ચરને સમજવા માટે પૂરતો સમય મળી રહેશે.

LATEST ARTICLES