દેશની એક કોર્ટે પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણી પર બનેલી એક ઓનલાઈન ડોક્યુમેન્ટરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી હટાવવાનો સખત આદેશ આપ્યો છે. આ ડોક્યુમેન્ટરી હોટમેલના કો-ફાઉન્ડર સબીર ભાટિયા દ્વારા બનાવવામાં આવી હતી, જેમાં બંનેની મિત્રતા અને સરકારી નીતિઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા આ ફિલ્મ સામે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યા બાદ કોર્ટે આ કડક પગલું ભરેલું છે. કંપનીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આ ડોક્યુમેન્ટરીમાં ફાઉલ અને ખોટી કન્ટેન્ટ છે, જેના કારણે કેટલાક ઇન્વેસ્ટર્સ તરફથી પણ સવાલો ઉભા થયા છે.
કોર્ટના આદેશ અનુસાર, YouTube, X અને Meta જેવા પ્લેટફોર્મ્સને 36 મિનિટની આ ડોક્યુમેન્ટરી ધ ફ્રેન્ડશિપ ફાઇલ્સના કેટલાક પોસ્ટ્સ હટાવવા માટે જણાવાયું છે. સાથે જ સબીર ભાટિયાને પણ આ વીડિયો આગળ શેર કરવા પર રોક લગાવવામાં આવી છે. આ ઇન્ટરિમ ઓર્ડર 2027ની તારીખ 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે અને આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરી મહિનામાં હાથ ધરાશે. સબીર ભાટિયાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે આ કેસમાં 500 મિલિયન રૂપિયા એટલે કે લગભગ 5.25 મિલિયન ડૉલરનું ડેમેજ માંગવામાં આવ્યું છે, તેમ છતાં તેઓ માને છે કે સત્ય તેમની સાથે છે.
આ વિવાદિત ડોક્યુમેન્ટરીમાં આર્કાઇવલ ફૂટેજનો ઉપયોગ કરીને ગુજરાતથી શરૂ થયેલી નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીના સંબંધોની સફર દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મમાં 2019માં અદાણી દ્વારા જીતવામાં આવેલા 6 એરપોર્ટના બિડ અને સરકારી નિયમોમાં ફેરફાર જેવા મુદ્દાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વિરોધ પક્ષો દ્વારા આ ડોક્યુમેન્ટરીને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી હતી, જોકે અદાણી ગ્રુપ અને સરકાર દ્વારા અગાઉથી જ તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે અને કહેવાયું છે કે તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
