JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અમૃતપાલ સિંહ કેનેડામાં પકડાયો, ભારતમાં લાવવાની તજવીજ શરૂ

Oct 27, 2026 | 15:55 | By JAMNAGAR MIRROR
પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અમૃતપાલ સિંહ કેનેડામાં પકડાયો, ભારતમાં લાવવાની તજવીજ શરૂ
પંજાબના તરનતારનનો રહેવાસી અને 20થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત ગેંગસ્ટર અમૃતપાલ સિંહ બાથ કેનેડામાં ઝડપાઈ ગયો છે. રેડ કોર્નર નોટિસના આધારે થયેલી આ અટકાયત બાદ હવે પંજાબ પોલીસ તેને ભારત પ્રત્યાર્પણ લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા ચલાવી રહી છે.

વિદેશની ધરતી પરથી પોતાની ગુનાહિત દુનિયા ચલાવતા ગેંગસ્ટરો પર હવે કાયદાનો ગાળો વધુ મજબૂત બની રહ્યો છે. તાજેતરમાં જ પંજાબ પોલીસ માટે માથાનો દુખાવો બનેલા 'એ-કેટેગરી'ના કુખ્યાત ગેંગસ્ટર અમૃતપાલ સિંહ બાથ ઉર્ફે હરપ્રીત સિંહની કેનેડામાં અટકાયત કરવામાં આવી છે. કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેને વિદેશી ધરતી પર છુપાયેલા ગુનેગારો સામે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, 43 વર્ષીય અમૃતપાલ સિંહ મૂળ પંજાબના તરનતારન જિલ્લાના મિયાંપુર ગામનો વતની છે. તેની સામે પંજાબમાં અંદાજે 20થી વધુ ગંભીર ગુનાહિત કેસો નોંધાયેલા છે, જેમાં મુખ્યત્વે હત્યા, હત્યાનો પ્રયાસ અને ગેરકાયદેસર રીતે હથિયારો રાખવા જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. તરનતારનના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સુરિન્દર લાંબાએ પણ આ ધરપકડની સત્તાવાર પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે કેન્દ્રીય એજન્સીઓની મદદથી જારી કરાયેલી નોટિસના આધારે જ કેનેડિયન પોલીસે આ સફળતા મેળવી છે.

આ ધરપકડ બાદ પંજાબ પોલીસ હવે આ વોન્ટેડ ગેંગસ્ટરને વહેલામાં વહેલી તકે ભારત પરત લાવવા માટે સક્રિય બની ગઈ છે. તેના પ્રત્યાર્પણ માટેની તમામ જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. વિદેશમાં બેસીને ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા અને નાસતા ફરતા તત્વો માટે કેનેડામાં થયેલી આ કાર્યવાહી એક કડક સંદેશ સમાન સાબિત થશે.

LATEST ARTICLES