JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

સુરતના વરાછામાં અચાનક તોતિંગ ઝાડ ધરાશાયી થતાં દોડધામ, 1 રાહદારી ઇજાગ્રસ્ત

Oct 27, 2026 | 15:35 | By JAMNAGAR MIRROR
સુરતના વરાછામાં અચાનક તોતિંગ ઝાડ ધરાશાયી થતાં દોડધામ, 1 રાહદારી ઇજાગ્રસ્ત
સુરતના વરાછા વિસ્તારમાં બપોરે અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થવાથી અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં રસ્તેથી પસાર થઈ રહેલા 1 રાહદારી કમરના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 3 થી 4 બાઈક પણ દબાઈ ગયા હતા.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કપૂરવાડી પાસેના ખોડિયાર નગરમાં બપોરના સમયે રોજની જેમ લોકોની અવરજવર ચાલુ હતી, ત્યારે અચાનક જ માર્ગની બાજુમાં આવેલું એક તોતિંગ ઝાડ જમીનદોસ્ત થઈ ગયું હતું. આ અણધારી ઘટનાને કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. અચાનક બનેલી આ દુર્ઘટનામાં તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલો એક નિર્દોષ રાહદારી ઝાડના વજનદાર હિસ્સા નીચે દબાઈ ગયો હતો, જેને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢ્યા હતા.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા રાહદારીને કમરના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. 108 ની ટીમ દ્વારા તેમને તાકીદે સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા 3 થી 4 જેટલાં બાઈક પણ આ તોતિંગ ઝાડની મોટી ડાળીઓ નીચે દબાઈ જવાથી તેને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. વૃક્ષ ધરાશાયી થવાને કારણે આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો.

બનાવની ગંભીરતા જોતા ફાયર ઓફિસર દીનુ પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે જરૂરી સાધનોની મદદથી માર્ગ પર પડેલા વિશાળ વૃક્ષની ડાળીઓને કાપવાનું શરૂ કર્યું હતું અને ભારે જહેમત બાદ રસ્તો સંપૂર્ણપણે સાફ કર્યો હતો. ફાયર જવાનોએ સમયસૂચકતા વાપરીને રસ્તો ક્લિયર કરી દેતા અટવાયેલો વાહનવ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ ગયો હતો અને રાહતનો શ્વાસ લીધો હતો.

LATEST ARTICLES