JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

વારાણસીના કારીગરે 400 ગ્રામ ચાંદીમાંથી બનાવ્યું અદ્ભુત રફાલ, વિદેશથી પણ મળ્યા 100 ઑર્ડર

Oct 27, 2026 | 13:15 | By JAMNAGAR MIRROR
વારાણસીના કારીગરે 400 ગ્રામ ચાંદીમાંથી બનાવ્યું અદ્ભુત રફાલ, વિદેશથી પણ મળ્યા 100 ઑર્ડર
વારાણસીના નેશનલ અવોર્ડ વિજેતા શિલ્પકાર કુંજ બિહારી સિંહે ચાંદી અને ગુલાબી મીનાકારીથી રફાલ ફાઇટર જેટનું આકર્ષક મોડલ તૈયાર કર્યું છે. આ કલાકૃતિની કિંમત આશરે 1 લાખ રૂૂપિયા છે અને દેશ-વિદેશમાંથી તેને ખરીદવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

વારાણસીની કલા હંમેશાં દુનિયાભરમાં અનોખી ઓળખ ધરાવે છે, અને હવે ત્યાંના એક પ્રતિભાશાળી શિલ્પકારે પોતાની કલાથી નવો જ ઇતિહાસ રચ્યો છે. ગુલાબી મીનાકારીના નેશનલ અવોર્ડ વિજેતા કારીગર કુંજ બિહારી સિંહે ફાઇટર જેટ વિમાન રફાલનું એકદમ આકર્ષક અને બેનમૂન મોડલ તૈયાર કર્યું છે. દેશના સુરક્ષા પ્રત્યેના ગર્વ અને કલાના અદ્ભુત સંગમ સમાન આ લડાકુ વિમાનની પ્રતિકૃતિ સોશિયલ મીડિયા પર સામે આવતાં જ લોકો તેના દીવાના થઈ ગયા છે અને દેશ-વિદેશમાંથી તેને ખરીદવા માટે મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે.

આ અનોખી કલાકૃતિની વિગતો આપતા કારીગર કુંજ બિહારી સિંહે જણાવ્યું હતું કે આશરે 600 ગ્રામ કુલ વજન ધરાવતા આ મોડલમાં 400 ગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના પર ખૂબ જ બારીકાઈથી ગુલાબી મીનાકારી કરવામાં આવી છે. આખું મોડલ તૈયાર કરવામાં તેમને પૂરો 1 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ રફાલ મોડલની અંદાજિત કિંમત 1 લાખ રૂૂપિયા રાખવામાં આવી છે. આ વિમાનની તસવીરો સોશિયલ મીડિયા અને ગ્રાહકો સુધી પહોંચતા જ અત્યાર સુધીમાં આશરે 100 જેટલા ઑર્ડર મળી ચૂક્યા છે, જેમાં અમેરિકાના કેલિફોર્નિયા તેમજ ઓસ્ટ્રેલિયાથી પણ ખાસ ડિમાન્ડ આવી છે.

આ સફળતા સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એટલે કે ODOP યોજનાની તાકાત અને સુંદરતા દર્શાવે છે કે કેવી રીતે સ્થાનિક કારીગરો વૈશ્વિક સ્તરે ચમકી રહ્યા છે. અગાઉ આ જ કુશળ કારીગરે ભારતની શાન સમાન બ્રહ્મોસ મિસાઇલનું મોડલ બનાવીને ભારે લોકપ્રિયતા મેળવી હતી. રફાલના આ મોડલને મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી વારાણસીના શિલ્પકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આ કલાને વધુ વૈશ્વિક પ્લેટફોર્મ મળવાની પૂરી આશા છે.

LATEST ARTICLES