JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ફેસબુકના કો-ફાઉન્ડર ડસ્ટિન મોસ્કોવિટ્ઝે કહ્યું, ટોપ જોબ મારા માટે નથી

Oct 27, 2026 | 11:50 | By JAMNAGAR MIRROR
ફેસબુકના કો-ફાઉન્ડર ડસ્ટિન મોસ્કોવિટ્ઝે કહ્યું, ટોપ જોબ મારા માટે નથી
ફેસબુકના સ્થાપક અને આસાનાના ભૂતપૂર્વ CEO ડસ્ટિન મોસ્કોવિટ્ઝે સ્વીકાર્યું છે કે મેનેજમેન્ટ તેમની પેશન નથી. તેઓ એક્સીડેન્ટલ મેનેજર બન્યા હતા અને 13 વર્ષ સુધી CEO પદે રહેવું તેમના માટે ખૂબ જ થકવી નાખનારું હતું.

ફેસબુકની શરૂઆત કરનારા અને માર્ક ઝકરબર્ગના રૂમમેટ રહેલા ડસ્ટિન મોસ્કોવિટ્ઝે હાલમાં જ પોતાના કરિયરને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. ફેસબુક છોડ્યા પછી તેમણે આસાના નામની વર્કપ્લેસ પ્લેટફોર્મ કંપની શરૂ કરી હતી અને આ કંપનીને 3 અબજ ડોલરની એન્ટરપ્રાઈઝ બનાવી હતી. જોકે, આટલી મોટી સફળતા મેળવ્યા બાદ પણ ડસ્ટિનનું માનવું છે કે કોર્પોરેટ જગતમાં ટોપ પોસ્ટ પર બેસવું એ ક્યારેય તેમનો અસલી ગોલ નહોતો. એક ઇન્ટરવ્યુમાં તેમણે કબૂલ કર્યું કે તેઓ સ્વભાવે ઇન્ટ્રોવર્ટ છે અને તેમને ટીમો મેનેજ કરવાનું બિલકુલ ગમતું નથી.

ડસ્ટિન મોસ્કોવિટ્ઝે જણાવ્યું કે તેઓ શરૂઆતથી જ માત્ર એન્જિનિયરિંગ હેડ કે ઇન્ડિપેન્ડન્ટ કામ કરવા માંગતા હતા, પરંતુ સંજોગો વસાત તેઓ આસાનામાં 13 વર્ષ સુધી CEO પદે રહ્યા. CEO તરીકે કામ કરતી વખતે તેમને રોજ એક અલગ જ પર્સનાલિટી બહાર લાવવી પડતી હતી, જે તેમના માટે એક માસ્ક પહેરવા જેવું હતું. શરૂઆતમાં તેમને લાગ્યું હતું કે કંપની મોટી થશે એટલે કામ સરળ થઈ જશે, પરંતુ સમયની સાથે દુનિયા વધુ અસ્થિર થતી ગઈ. પહેલી ટર્મમાં ટ્રમ્પનું શાસન, કોરોના જેવી મહામારી અને સામાજિક ઉથલપાથલને કારણે કંપની બનાવવાની જગ્યાએ રોજેરોજની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જેનાથી આ નોકરી વધુ પડતી થકવી નાખનારી બની ગઈ.

ડસ્ટિન મોસ્કોવિટ્ઝની આ કહાની આજે સમગ્ર કોર્પોરેટ જગતમાં સામાન્ય બની ગઈ છે, જેને એક્સીડેન્ટલ મેનેજર તરીકે ઓળખવામાં આવે છે. વર્કપ્લેસ સ્ટડીઝ મુજબ આશરે 82% બોસ આ કેટેગરીમાં આવે છે, જેમને મેનેજમેન્ટનું કોઈ જ ફોર્મલ ટ્રેનિંગ મળ્યું હોતું નથી. પોતાની ટેક્નિકલ સ્કિલ્સના કારણે તેઓ પ્રમોશન મેળવીને સુપરવાઇઝરી પદ પર પહોંચી તો જાય છે, પરંતુ તેમની પાસે ટીમ લીડ કરવાની કોઈ ઈચ્છા કે કુદરતી સૂઝબૂઝ હોતી નથી. ડસ્ટિનનું આ પગલું એવા તમામ પ્રોફેશનલ્સ માટે આંખ ઉઘાડનારું છે જેઓ પોતાની ઈચ્છા વિરુદ્ધ માત્ર સંજોગોના કારણે મેનેજમેન્ટની ટોચની કુરસી પર બેસી જાય છે.

LATEST ARTICLES