JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

એઆઈ સેફ્ટીના કડક નિયમોના કારણે એન્થ્રોપિક કંપનીના બિઝનેસને લાગી શકે છે મોટો ફટકો

Oct 27, 2026 | 11:40 | By JAMNAGAR MIRROR
એઆઈ સેફ્ટીના કડક નિયમોના કારણે એન્થ્રોપિક કંપનીના બિઝનેસને લાગી શકે છે મોટો ફટકો
શેરબજારમાં આઈપીઓ લાવવાની તૈયારી કરી રહેલી પ્રખ્યાત એઆઈ કંપની એન્થ્રોપિકના સેફ્ટી રૂલ્સ અને ડેટા પ્રાઇવસીની શરતોના કારણે ઘણા કસ્ટમર્સ અન્ય પ્રોવાઇડર્સ તરફ શિફ્ટ થઈ રહ્યા છે, જેનાથી કંપનીના રેવન્યુ અને કમર્શિયલ ગ્રોથ સામે મોટો પડકાર ઉભો થયો છે.

એઆઈ સેક્ટરમાં મોટી ચર્ચા જગડનારી કંપની એન્થ્રોપિક દ્વારા તાજેતરમાં જ પબ્લિક ઇશ્યુ એટલે કે આઈપીઓ લાવવા માટે એસ-1 ફાઇલિંગ રજૂ કરવામાં આવ્યું છે. આ ફાઇલિંગમાં કંપનીએ ખુલાસો કર્યો છે કે તેમના એડવાન્સ્ડ મોડલ્સ માટે સેફ્ટી-મોનિટરિંગ અને ડેટા-રટેન્શનના કડક નિયમો રાખવામાં આવ્યા છે, જેના કારણે કેટલાક કસ્ટમર્સે અન્ય કોમ્પિટિટર્સ કે ઓછાં નિયંત્રણવાળા પ્લેટફોર્મ તરફ રૂખ કરી છે. કંપનીએ નાસ્ડેક ગ્લોબલ સિલેક્ટ માર્કેટ પર “ANT” સિમ્બોલ સાથે લિસ્ટિંગ માટે અરજી કરી છે, જોકે હજી સુધી શેર્સની સંખ્યા કે પ્રાઈઝ રેન્જ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ ફાઇલિંગમાં કંપનીની સેફ્ટી પોલિસી અને કસ્ટમર્સની ડેટા પ્રાઇવસીની ડિમાન્ડ વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટપણે જોવા મળે છે. કંપનીના ટ્રાફિકનો મોટો હિસ્સો ઝીરો ડેટા રટેન્શન એટલે કે ZDR ટર્મ્સ હેઠળ ચાલે છે, જેમાં પ્રોમ્પ્ટ્સ કે આઉટપુટ રાખવામાં આવતા નથી અને માત્ર ક્લાસિફાયર સ્કોર્સ જ જાળવવામાં આવે છે. આ પ્રકારના ડેટા પર કંપની ઓફલાઈન એનાલિસિસ કે હ્યુમન રિવ્યુ કરી શકતી નથી, જેના કારણે મિસયુઝ કે સિક્યુરિટી ઇશ્યુઝ શોધવા મુશ્કેલ બને છે. એન્ટરપ્રાઇઝ કસ્ટમર્સમાં ZDR એક મોટું કોમ્પિટિટિવ સ્ટાન્ડર્ડ બની ગયું હોવાથી, આ કડકાઈને કારણે કંપનીએ પોતાના ઘણા ગ્રાહકો ગુમાવવાનો વારો આવ્યો છે અને તેઓ અન્ય પ્રોવાઇડર્સ પાસે જતા રહ્યા છે.

આર્થિક મોરચે વાત કરીએ તો, જૂન 2026 સુધીના 6 મહિનામાં એન્થ્રોપિકે 16.3 અબજ ડલરની રેવન્યુ સામે 80.7 અબજ ડલરનું નેટ લોસ નોંધાવ્યું છે, જ્યારે ઓપરેટિંગ લોસ 693 મિલિયન ડલર રહ્યો છે જે ગત વર્ષે 2.1 અબજ ડલર હતો. કંપનીએ સેફ્ટી ટેસ્ટ્સ અને સેફ્ટીગાર્ડ્સ ઉમેરવા માટે મિથોસ જેવા પોતાના ઘણા મોડલ્સ અને ફીચર્સ મોડા લોન્ચ કર્યા છે અથવા તેના પર પ્રતિબંધો મૂક્યા છે, જેનાથી શોર્ટ-ટર્મ રેવન્યુ પર નેગેટિવ અસર પડી છે. હરીફ કંપનીઓ ઝડપથી પ્રોડક્ટ્સ લોન્ચ કરતી હોવાથી એન્થ્રોપિકની આ સેફ્ટી-ફર્સ્ટ નીતિ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ હાલમાં તેનાથી કંપનીની કમ્પિટિટિવનેસ અને માર્કેટ વેલ્યુએશન પર અસર પડવાની પૂરી શક્યતા છે.

LATEST ARTICLES