JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

હાથ અને પગ અચાનક ધ્રૂજવા લાગે તો તેને માત્ર નબળાઈ ન સમજતા, આ છે અસલી કારણો

Oct 27, 2026 | 10:15 | By JAMNAGAR MIRROR
હાથ અને પગ અચાનક ધ્રૂજવા લાગે તો તેને માત્ર નબળાઈ ન સમજતા, આ છે અસલી કારણો
જો તમારા કે પરિવારના કોઈ સભ્યના હાથ-પગ અચાનક ધ્રૂજવા લાગે તો તેને નબળાઈ સમજીને નજરઅંદાજ ન કરતા. આ એક ન્યુરોલોજીકલ સ્થિતિ હોઈ શકે છે, જે પાછળ દવાઓ, કેફીન કે ગંભીર બીમારીઓ કારણભૂત હોય છે.

આપણે બધા સારા સ્વાસ્થ માટે મહેનત કરીએ છીએ અને હેલ્થનું પૂરતું ધ્યાન રાખીએ છીએ, પરંતુ જ્યારે શરીરમાં અચાનક કોઈ વિચિત્ર ફેરફારો જોવા મળે ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે. સામાન્ય રીતે હાથ અને પગમાં ધ્રુજારીની સમસ્યા વૃદ્ધોમાં વધુ જોવા મળતી હોય છે, પરંતુ આજકાલ યુવાનીમાં પણ આવા લક્ષણો ખૂબ પરેશાન કરી મૂકે છે. જો આ પ્રકારની સ્થિતિ ઘરના કોઈ સભ્યમાં દેખાય તો મન અને હૃદય બંને પ્રભાવિત થાય છે અને ડર તથા તણાવ વધવા લાગે છે, જે કોઈ ગંભીર બીમારી તરફ ઈશારો કરે છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર મોટી ભૂલ કરીને ઘરેલું ઉપચાર શરૂ કરી દે છે, જેને બદલે સમયસર ડોક્ટર પાસે જઈને સાચી સારવાર લેવી ખૂબ જ જરૂરી બની જાય છે.

મેડિકલ રિસર્ચ અનુસાર આ પ્રકારની ધ્રુજારીને ટ્રેમર તરીકે ઓળખવામાં આવે છે, જે મોટે ભાગે હાથને અસર કરે છે પરંતુ તેના લક્ષણો પગ, માથું કે અવાજ પર પણ દેખાઈ શકે છે. કેટલાક લોકોને આ સમસ્યા સતત રહે છે તો કેટલાકને ક્યારેક ક્યારેક જ આંચકા અનુભવાય છે. આ દરમિયાન હાથ કે પગ ધ્રૂજવા ઉપરાંત લખવામાં મુશ્કેલી પડવી અને હાથમાં કોઈપણ ચીજવસ્તુ પકડવી મુશ્કેલ બની જાય જેવા લક્ષણો જોવા મળે છે. આ સમસ્યા પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં અસ્થમાની કેટલીક દવાઓ, કોર્ટિકોસ્ટેરોઈડ્સ, કીમોથેરેપી તેમજ માનસિક કે ન્યુરોલોજીકલ બીમારીઓની દવાઓનો સમાવેશ થાય છે. આ સિવાય વધુ પડતું ચા, કોફી કે કેફીનનું સેવન પણ શરીરને નુકસાન કરી શકે છે.

આવી ગંભીર સમસ્યા પાછળ માત્ર દૈનિક ટેવો જ નહીં પરંતુ શરીરની અન્ય બીમારીઓ પણ જવાબદાર હોઈ શકે છે. થાઇરોઇડની સમસ્યા, લીવર કે કિડનીનું ફેઈલ થવું અને ડાયાબિટીસમાં બ્લડ સુગરનું સ્તર ખૂબ વધારે કે ઓછું થઈ જવું પણ આનું મોટું કારણ છે. આ ઉપરાંત અતિશય ચિંતા, માનસિક તાણ અને શારીરિક થાક પણ હાથ-પગ ધ્રુજાવવા માટે જવાબદાર સાબિત થાય છે. આ એક ગંભીર સ્વાસ્થ્ય મુદ્દો હોવાથી કોઈપણ પ્રકારનો ઈલાજ જાતે કરવાના બદલે નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

LATEST ARTICLES