ટુર્કીના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી મેહમેત નુરી એરસોયે તાજેતરમાં એક મોટી પુરાતત્વ શોધની જાહેરાત કરી છે, જેમાં ટ્રોયની ધરતીમાંથી ૨,૮00 વર્ષ જૂની સંગીતની ફ્લૂટ મળી આવી છે. છેલ્લા ૧૬૦ વર્ષમાં આ સાઇટ પર થયેલા એક્સવેશન દરમિયાન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મળવાની આ પહેલી જ ઘટના છે. આ ઉપરાંત રિસર્ચર્સને અર્લી બ્રોન્ઝ એજ સાથે જોડાયેલી 4,500 વર્ષ જૂની હ્યુમનાઇડ આઇડોલ પણ મળી આવી છે, જેનાથી આ ક્ષેત્રની જૂની સાંસ્કૃતિક પરંપરાઓ વિશે મહત્વની માહિતી મળશે.
ટ્રોયની આર્કિયોલોજિકલ સાઇટના આર્કાઇક લેયરમાંથી મળી આવેલી આ બોન ફ્લૂટ આશરે આઠમી સદી બી.સી.ની હોવાનું મનાય છે. આ એવો સમય હતો જ્યારે પહેલી ઓલમ્પિક ગેમ્સ શરૂ થઈ હતી અને રોમની સ્થાપના થઈ હતી. ટ્રોય એક્સવેશનના ડાયરેક્ટર ડો. રુસ્તેમ અસલાનના જણાવ્યા મુજબ આ ફ્લૂટનું માત્ર હેડ પ્રિઝર્વ રહ્યું છે જ્યારે બોડી નષ્ટ થઈ ગઈ છે. આ સાથે આગથી નુકસાન પામેલા લેયરમાંથી આઇડોલનું હેડ પણ મળ્યું છે. આ શોધથી તે સમયના ધાર્મિક રિવાજો, સામાજિક જીવન અને લોકોની સાંસ્કૃતિક કલ્ચર પર સીધો પ્રકાશ પડે છે.
આ ફ્લૂટનો સમયગાળો પ્રખ્યાત ગ્રીક કવિ હોમર અને તેમની મહાન કૃતિઓ ઇલિયાડ તથા ઓડિસીના સમય સાથે મેળ ખાય છે. હોમરે પોતાની પુસ્તકોમાં ટ્રોયની લડાઈ અને ત્યાં વાગતી ફ્લૂટનો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે આ શોધ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. જો કે, આ ઇન્સ્ટ્રુમેન્ટનો સીધો કોઈ સંબંધ હોમર સાથે હોવાના પુરાવા નથી, છતાં આ પુરાતત્વ શોધ ઇતિહાસ પ્રેમીઓ માટે ભૂતકાળની ઝાંખી કરાવવા માટે એક મોટી અને રોમાંચક ઘટના સાબિત થઈ રહી છે.
