JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

મહારાષ્ટ્રમાં વોટર લિસ્ટમાંથી લાખો નામ ગાયબ થવા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, સેન્ટ્રલ અને ઈલેક્શન કમિશનને નોટિસ ફટકારી

Oct 26, 2026 | 15:15 | By JAMNAGAR MIRROR
મહારાષ્ટ્રમાં વોટર લિસ્ટમાંથી લાખો નામ ગાયબ થવા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, સેન્ટ્રલ અને ઈલેક્શન કમિશનને નોટિસ ફટકારી
મહારાષ્ટ્રમાં ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન સામે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે સેન્ટ્રલ સરકાર અને ઈલેક્શન કમિશનને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. આ કેસમાં હવે આગામી 5 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

મહારાષ્ટ્રની ચૂંટણીઓ અને રાજકારણ વચ્ચે હવે એક મોટો કાયદાકીય વિવાદ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રમાં ખાસ મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી અંદાજે 2.06 કરોડથી વધુ મતદારોના નામ કમી કરવામાં આવ્યા હતા. આ મામલો સીધો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે, જ્યાં સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી માટે સંમતિ દર્શાવી છે.

અરજદાર દ્વારા કોર્ટમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, આ પ્રક્રિયામાં મોટા પાયે મતદરોના નામ કાપી નાખવામાં આવ્યા છે. ખાસ કરીને જે લોકો રીડેવલપમેન્ટના કારણે કામચલાઉ ધોરણે અન્ય સ્થળે ખસેડાયા હતા, તેમના નામ પણ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. લોકશાહીમાં મતદાનનો અધિકાર સૌથી મોટો છે અને જો આ પ્રકારે મોટા પ્રમાણમાં નામ કમી થાય તો તે ચિંતાનો વિષય છે. આ અરજીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ સરકાર અને ઈલેક્શન કમિશનને નોટિસ જારી કરી છે.

આ સમગ્ર માામે હવે આગામી 5 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ તારીખે કોણ શું દલીલો કરે છે અને ઈલેક્શન કમિશન તરફથી શું ખુલાસો આપવામાં આવે છે તેના પર બધાની નજર રહેશે. મહારાષ્ટ્રના રાજકારણમાં આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી પૂરી શક્યતા છે, કારણ કે લાખો મતદારોના નામ કમી થવા પાછળનું સાચું કારણ શું છે તે હવે કાયદાકીય લડાઈ બાદ જ બહાર આવશે.

LATEST ARTICLES