ટેકનોલોજીની દુનિયામાં રોજ નવા ધડાકા થતા હોય છે, ત્યારે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે મેટા કંપનીના નવા પર્સનલ AI એજન્ટ મ્યૂઝના દિલથી વખાણ કર્યા છે. એક ઇન્ટરવ્યુમાં વાત કરતા બિલ ગેટ્સે જણાવ્યું કે મ્યૂઝ એ દુનિયાની પહેલી ખરા અર્થમાં ગ્રેટ કન્ઝ્યુમર AI પ્રોડક્ટ છે. આ ટેકનોલોજી એટલી સરસ છે કે તે માત્ર વાતો નથી કરતી, પણ ખરેખર યુઝર્સના કામ પૂરા કરી આપે છે. બિલ ગેટ્સે તો મેટાના ચીફ AI ઓફિસર સાથે વ્યક્તિગત રીતે વાત કરીને આ શાનદાર કામ માટે અભિનંદન પણ પાઠવ્યા છે.
એક તરફ બિલ ગેટ્સ આ ટેકનોલોજીના પ્રશંસક બન્યા છે, તો બીજી તરફ તેમણે એક ગંભીર ચેતવણી પણ આપી છે. મેટા દ્વારા તેના મ્યૂઝ સ્પાર્ક ઓપન મોડેલના લોન્ચિંગના અઠવાડિયાની અંદર જ ગેટ્સે જણાવ્યું હતું કે, ઓપન-વેઈટ AI મોડેલ્સમાંથી સેફગાર્ડ્સ કે સુરક્ષાના નિયમો હટાવવા એ બિલકુલ જવાબદારીભર્યું પગલું નથી. ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ હોય, પણ તેની સુરક્ષા અને મર્યાદાઓ નક્કી કરવી અત્યંત જરૂરી છે, જેથી તેનો કોઈ દુરુપયોગ ન કરી શકે.
આ સમગ્ર ચર્ચા પછી ટેક જગતમાં એ વાતની ચર્ચાએ જોર પકડ્યું છે કે ભવિષ્યમાં AI ની દુનિયા કેવી હશે. એક તરફ મેટા જેવી કંપનીઓ યુઝર્સ માટે સુવિધાઓ વધારવા દોડ લગાવી રહી છે, તો બિલ ગેટ્સ જેવા દિગ્ગજો ટેકનોલોજીની સુરક્ષાને લઈને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. સામાન્ય લોકો માટે આ ટેકનોલોજી કેટલી ફાયદાકારક સાબિત થશે અને કંપનીઓ સુરક્ષાના મામલે શું ર્નિણય લે છે, તે આગામી સમય જ કહેશે.
