JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગેરકાયદેસર લોખંડની કેબીનનું દબાણ તંત્રએ હટાવ્યું

Oct 26, 2026 | 16:16 | By JAMNAGAR MIRROR
જામનગરના પાંચ હાટડી અને ભાવસાર ચકલા વિસ્તારમાં મકાન પાસે ઊભી કરાયેલી અનઅધિકૃત લોખંડની કેબીન સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરાતા સ્થળ તપાસ હાથ ધરીને તાત્કાલિક ધોરણે આ રેંકડી અને કેબીનનું દબાણ હટાવી દેવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં દબાણ હટાવવાની કામગીરી અંતર્ગત તંત્ર દ્વારા વધુ એક કડક પગલું લેવામાં આવ્યું છે. શહેરના જાણીતા એવા પાંચ હાટડી, ભાવસાર ચકલા અને મણીયાર શેરી નજીક બિલ્કીશબેન જુમાભાઈ સમાના મકાન પાસે કોઈ દ્વારા અનઅધિકૃતરીતે લોખંડની કેબીન ખડકી દેવામાં આવી હતી. આ ગેરકાયદેસર દબાણના કારણે આસપાસના વિસ્તારમાં અવરજવરની સમસ્યા ઊભી થતી હતી અને સ્થાનિક રહીશ વગેરેને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને સંબંધિત પક્ષ દ્વારા સક્ષમ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે ફરિયાદી પક્ષ વતી જાણીતા વકીલ ઉંમર લાકડાવાળાને રોકવામાં આવ્યા હતા, જેમણે પ્રાંત અધિકારી સમક્ષ કાયદેસરની રજૂઆત કરી હતી. વકીલના માધ્યમથી કરાયેલી રજૂઆતમાં આ અનઅધિકૃત દબાણને ત્વરિત હટાવવાની માંગ કરવામાં આવી હતી. આ અરજી અને રજૂઆતને ધ્યાને લઈને પ્રાંત અધિકારી અને સંબંધિત વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે એક ટીમ બનાવીને સ્થળ નિરીક્ષણ માટે મોકલવામાં આવી હતી.

તંત્રના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને ગેરકાયદેસર કેબીનનું બારકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને દબાણ હોવાની ખાતરી થતાં જ યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ જેસીબી કે અન્ય સાધનોની મદદથી કે રેંકડી અને લોખંડની કેબીનને ત્યાંથી હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. તંત્રની આ અચાનક અને કડક કાર્યવાહીના કારણે ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. સ્થાનિક નાગરિકોએ તંત્રની આ કામગીરીને આવકારીને રાહતનો શ્વાસ લીધો છે.

LATEST ARTICLES