JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

ભલભલાના હોશ ઉડાડી દે તેવું ત્રિકોણ આકારનું ઘર, હવે અડધી કિંમતે વેચાવા મુકાયું

Oct 26, 2026 | 16:16 | By JAMNAGAR MIRROR
ભલભલાના હોશ ઉડાડી દે તેવું ત્રિકોણ આકારનું ઘર, હવે અડધી કિંમતે વેચાવા મુકાયું
અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના બફલો શહેરમાં આવેલું આ અનોખું અને લક્ઝુરિયસ ત્રિકોણ આકારનું ઘર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ગ્લાસ લિફ્ટ અને મોર્ડન સુવિધાઓથી સજ્જ આ ઘરની કિંમત પહેલા 800,000 ડોલર હતી, જે ઘટીને હવે સીધી 479,000 ડોલર થઈ ગઈ છે.

તમે ક્યારેય ત્રિકોણ આકારનું ઘર જોયું છે? જો નહીં જોયું તો હવે જોઈ લો અને જો ખરીદવાની ઈચ્છા હોય તો મોકો પણ શાનદાર છે! અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં આવેલા બફલો શહેરમાં એક એવું અનોખું ઘર ચર્ચામાં આવ્યું છે, જેને જોતા જ લોકો આશ્ચર્યમાં પડી જાય છે. બહારથી બિલકુલ ત્રિકોણ (ટ્રાયેન્ગલ) દેખાતું આ આધુનિક ઘર એક સમયે અમીરોની શાન ગણાતું હતું અને તેની કિંમત આકાશને આંબી રહી હતી, પરંતુ હવે માલિકે ભાવમાં ભારે ઘટાડો કરીને લોકોને ચોંકાવી દીધા છે.

આ લક્ઝુરિયસ ઘરની અંદરની બનાવટ કોઈ ફાઇવ સ્ટાર હોટેલ કે સિનેમા સ્ટુડિયો જેવી શાનદાર છે. ઘરની અંદર આવવા-જવા માટે ખાસ ગ્લાસ લિફ્ટ લગાવવામાં આવી છે, જે આખા ઘરના લુકમાં ચાર ચાંદ લગાવી દે છે. આર્કિટેક્ચરનો બેનમૂન નમૂનો ગણાતા આ ત્રિકોણ ઘરમાં રહેવાની મજા જ કંઈક અલગ છે. પહેલા આ ઘરની કિંમત અંદાજે 800,000 ડોલર આસપાસ બોલાતી હતી, પરંતુ સમય જતાં અને પ્રોપર્ટી માર્કેટના બદલાતા પ્રવાહ વચ્ચે હવે આ ઘર માત્ર 479,000 ડોલરની કિંમતમાં વેચાણ માટે મૂકવામાં આવ્યું છે.

અડધા જેવી ઓછી કિંમતમાં આવું મોર્ડન અને આકર્ષક ઘર મળતું હોવાથી રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર પણ આ ત્રિકોણ ઘરના ફોટો અને વીડિયો ભારે વાયરલ થઈ રહ્યા છે. જે લોકો યુનિક ડિઝાઇનમાં રહેવાનો શોખ ધરાવે છે અને પોતાના સપનાનું ઘર ખરીદવા માંગે છે, તેમના માટે આ એક સોનેરી તક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ અનોખું ત્રિકોણ ઘર ક્યારે અને કોના નસીબમાં જાય છે.

LATEST ARTICLES