JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

જામનગરના ઐતિહાસિક બાલાહનુમાન મંદિરે રવિવારે યોજાશે ભવ્ય છપ્પનભોગ અન્નકૂટ દર્શન

જામનગરના ઐતિહાસિક બાલાહનુમાન મંદિરે રવિવારે યોજાશે ભવ્ય છપ્પનભોગ અન્નકૂટ દર્શન
'છોટીકાશી' જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાન મંદિરમાં વિક્રમ સંવત ૨૦૮૩ ના પ્રારંભે આગામી ૨૯ નવેમ્બર, રવિવારે ભવ્ય છપ્પનભોગ અન્નકૂટ અને ૫૧ દીવાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્કારી નગરી જામનગર કે જેને 'છોટીકાશી' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના તળાવની પાળ પર આવેલા આસ્થાના પ્રતિકસમા વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલાહનુમાન મંદિરમાં ધાર્મિક ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અહીં વિક્રમ સંવત ૨૦૮૩ ના શુભ પ્રારંભે આગામી તા. ૨૯ નવેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ શ્રદ્ધાળુઓ માટે ભવ્ય છપ્પન ભોગ અન્નકૂટ દર્શનનું વિશેષ આયોજન કરાયું છે. આ પવિત્ર અવસરને લઈને હનુમાન ભક્તો અને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જામનગરનું આ બાલાહનુમાન મંદિર વૈશ્વિક સ્તરે અનોખું સ્થાન ધરાવે છે. 'ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડઝ'માં બે વખત સ્થાન મેળવનાર આ મંદિરમાં સ્વ. શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન ગત ૬૩ વર્ષોથી અવિરતપણે ચાલી રહી છે. અત્રે ચાલતી આ અખંડ રામનામ જાપની પરંપરા માત્ર જામનગર કે ગુજરાત પૂરતી સીમિત ન રહેતા સમગ્ર દેશ માટે ગૌરવવંતી સાબિત થઈ છે, જેની ખ્યાતિ સાત સમંદર પાર સુધી ફેલાયેલી છે.

આ ભવ્ય ઉત્સવના કાર્યક્રમ મુજબ, આગામી રવિવારે બપોર પછી ૪:૩૦ કલાકે વિશેષ આરતી બાદ છપ્પન ભોગ અન્નકૂટના દર્શન શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે, જેનો લાભ રાત્રે ૯ વાગ્યા સુધી લઈ શકાશે. આ ઉપરાંત, આ વિશેષ દિવસે સંધ્યા આરતી તેના નિયત સમયે નહીં પરંતુ રાત્રે ૮:૩૦ કલાકે ૫૧ દીવાની ભવ્ય મહાઆરતી સ્વરૂપે યોજાશે. શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી બાલાહનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ ધર્મપ્રેમી ભાવિકજનોને આ દિવ્ય અન્નકૂટ દર્શન અને મહાઆરતીનોહોંશે-હોંશે લાભ લેવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES