JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટ નાગરિક સહકારી બેંકના ૭૪મા સ્થાપના દિને યોજાયું ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રેરણાત્મક વ્યાખ્યાન

રાજકોટ નાગરિક સહકારી બેંકના ૭૪મા સ્થાપના દિને યોજાયું ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રેરણાત્મક વ્યાખ્યાન
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના ૭૪મા સ્થાપના દિન નિમિત્તે હેમુ ગઢવી હોલ ખાતે વિવિધ સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમોની સાથે બીએપીએસના પ્રખ્યાત સંત ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રેરણાત્મક વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા પોતાના ૭૪મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કર્મચારીઓ અને પરિવારજનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ, કરાઓકે, રક્તદાન મહાશિબિર, નાગરિક રાસોત્સવ, અંતાક્ષરી, ઇન્ડોર ગેમ્સ તેમજ મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓ જેવા અનેકવિધ આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીના મુખ્ય કેન્દ્ર સમાન હેમુ ગઢવી હોલ ખાતે બીએપીએસ સંસ્થાના પ્રેરણાદાયી સંત ડો. જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા ‘સ્મોલ ચેન્જીસ ઇન એટીટ્યુડ, બિગ ચેન્જીસ ઇન લાઇફ’ વિષય પર એક વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ્વામિનારાયણ ભગવાન, ભારતમાતા અને દિવંગત નેતા અરવિંદભાઇ મણીઆરની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય અને પુષ્પાંજલિ અર્પણ કરી મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વ્યાખ્યાન દરમિયાન ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ સકારાત્મક અભિગમનું જીવનમાં શું મહત્વ છે તે ખૂબ જ સચોટ રીતે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આપણા અભિગમમાં એક નાનું પરિવર્તન લાવવાથી જીવનમાં બહુ મોટું સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે, કારણ કે અભિગમો જ આપણા વ્યક્તિત્વ અને ચારિત્ર્યનું સાચું નિર્માણ કરે છે. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સર્વોચ્ચ વિચાર કરવો એ આપણો અધિકાર છે અને જો આપણો અભિગમ સવળો હોય તો ઓછા સંસાધનો છતાં પણ પ્રગતિ અને સફળતા ચોક્કસ મેળવી શકાય છે. તેમણે સૌને સેવાભાવ અપનાવીને ચિરંતન આનંદ મેળવવાની અને હંમેશાં અન્યનું સારું ઇચ્છવાની પ્રેરણા આપી હતી, જેથી વ્યક્તિ પોતે પણ સુખી થઈ શકે.

આ પ્રસંગે બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે બેંકની પ્રગતિની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે બેંકનો બિઝનેસ મિક્સ હવે રૂા. ૧૨,૫00 કરોડથી વધુનો થયો છે અને આગામી વર્ષ ૨૦૨૭-૨૦૨૮માં જ્યારે બેંક ૭૫ વર્ષ પૂર્ણ કરશે ત્યારે તે રૂા. ૧૫,૦૦૦ કરોડના બિઝનેસ મિક્સવાળી અગ્રણી બેંક બને તેવી સહુનીં અભિલાષા છે. સીઇઓ અને જનરલ મેનેજર વિનોદ શર્માએ આ વાર્ષિક દિવસને સહિયારી સિદ્ધિઓ અને યોગદાનને બિરદાવવાનો અવસર ગણાવ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના વાઇસ ચેરમેન હંસરાજભાઇ ગજેરા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી તથા બેંકના ડિરેક્ટરગણ, શાખા વિકાસ સમિતિના સદસ્યો, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES