JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 28મી નવેમ્બરે દ્વારકાની મુલાકાતે, શિવરાજપુર બીચના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 28મી નવેમ્બરે દ્વારકાની મુલાકાતે, શિવરાજપુર બીચના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 28મી નવેમ્બરે યાત્રાધામ દ્વારકાની સંભવિત મુલાકાતે પધારશે. આ મુલાકાત દરમિયાન તેઓ જગતમંદિરે દર્શન કરી કાળિયા ઠાકોરના આશીર્વાદ લેશે અને વૈશ્વિક કક્ષાએ વિકસેલા શિવરાજપુર બીચના વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

દેવભૂમિ દ્વારકાની આગામી 28મી નવેમ્બર 2026, શનિવારની આ સંભવિત મુલાકાતને લઈને વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌપ્રથમ જગતમંદિરની મુલાકાત લઈને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરશે. ધાર્મિક આસ્થાના આ કેન્દ્ર બાદ તેઓ પ્રવાસન ક્ષેત્રે રાજ્યને વધુ એક મોટી ભેટ આપવા માટે સીધા શિવરાજપુર બીચ ખાતે પહોંચશે, જ્યાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

દ્વારકાથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા અને બ્લુ ફ્લેગ બીચ તરીકે વૈશ્વિક સ્તરે નામના મેળવી રહેલા શિવરાજપુર બીચને પ્રવાસીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યો છે. પ્રવાસન નિગમ દ્વારા 'પ્રોવાઈડીંગ ટૂરિસ્ટ ફેસિલિટી એટ શિવરાજપુર બીચ' અંતર્ગત ફેઝ-1 અને ફેઝ-2 ની તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવાનો છે, જેથી ગુજરાતના દરિયાકાંઠાના પ્રવાસનને નવું બળ મળી રહે.

આ અદ્યતન વિકાસકાર્યો અંતર્ગત ફેઝ-1 ના બાકી રહેલા કાર્યો તેમજ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ફેઝ-2 ના વિવિધ આકર્ષણોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. જેમાં અરાઈવલ પ્લાઝા, ઈવેન્ટ ગ્રાઉન્ડ, એમ્ફીથીયેટર, ફોર્ટ રીસ્ટોરેશન, બોર્ડ વોક, લાઈફ ગાર્ડ ટાવર, શૌચાલય બ્લોક, રેસ્ટોરન્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને આકર્ષક બીચ લાઈટીંગ તેમજ હોર્ટિકલ્ચરના કાર્યો સામેલ છે. આ તમામ સુવિધાઓ શરૂ થવાથી દ્વારકા આવતા પ્રવાસીઓના અનુભવમાં દ્વિગુણિત વધારો થશે અને સ્થાનિક રોજગારીને પણ વેગ મળશે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES