JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

સુરેન્દ્રનગરના જાણીતા સીએ નરેશ કેલાએ બેંગ્લોરમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આશીર્વાદ મેળવ્યા

સુરેન્દ્રનગરના જાણીતા સીએ નરેશ કેલાએ બેંગ્લોરમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આશીર્વાદ મેળવ્યા
ગુજરાત રાજ્ય ફી રિવિઝન કમિટીના સભ્ય અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નરેશ કેલાએ બેંગ્લોર ખાતે આર્ટ ઓફ લિવિંગના આશ્રમમાં પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે સુરેન્દ્રનગરની પ્રસિદ્ધ પટોળા શાલ અને તેમનું લિખિત પુસ્તક ગુરુદેવને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

બેંગ્લોર સ્થિત આર્ટ ઓફ લિવિંગ આશ્રમનું વાતાવરણ ત્યારે આધ્યાત્મિક રંગે રંગાઈ ગયું જ્યારે ગુજરાતના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સામાજિક અગ્રણી નરેશ કેલાએ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની મુલાકાત લીધી. હાલ તેઓ ગુજરાત રાજ્ય ફી રિવિઝન કમિટીના સભ્ય તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં સક્રિય યોગદાન ધરાવે છે. ગુરુદેવ સાથેની આ મુલાકાત અત્યંત આત્મીય રહી હતી, જ્યાં બંને વચ્ચે સકારાત્મક વિચારોનું આદાનપ્રદાન થયું હતું.

આ વિશેષ મુલાકાત દરમિયાન નરેશ કેલાએ સુરેન્દ્રનગરની આગવી સાંસ્કૃતિક ઓળખ સમાન સુંદર પટોળા શાલ પૂજ્ય ગુરુદેવને આદરપૂર્વક ભેટમાં આપી હતી. આ ઉપરાંત, તેમણે પોતાના હસ્તે લિખિત પ્રથમ પુસ્તક 'India - A Nation Rising' પણ ગુરુદેવને સાદર અર્પણ કર્યું હતું. ગુરુજીએ આ ભેટનો સ્વીકાર કરી તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેના આશીર્વાદ પાઠવ્યા હતા, જે આ ક્ષણને વધુ યાદગાર બનાવી ગઈ હતી.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્ય અને તેમના માર્ગદર્શન વિશે વાત કરતા નરેશ કેલાભાવવિભોર થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે ગુરુદેવની સહજતા અને સ્નેહપૂર્ણ સ્વભાવે તેમને અપાર માનસિક શાંતિ અને નવી સકારાત્મક ઊર્જા પૂરી પાડી છે. તેમના આ સानिધ્યમાં વિતાવેલી પળો જીવનભર માટે એક અમૂલ્ય સ્મૃતિ બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES