JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

મોરબી પંથકમાં વીજ આંચકા અને મારામારીના અલગ-અલગ બનાવોમાં ઇજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

મોરબી પંથકમાં વીજ આંચકા અને મારામારીના અલગ-અલગ બનાવોમાં ઇજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
મોરબી અને આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાની ઘટનાઓ ઉપરાંત અકસ્માત અને મારામારીના બનાવો સામે આવ્યા છે, જેમાં યુવક, બાળક અને મહિલા સહિતના ઇજાગ્રસ્તોને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મોરબી પંથકમાં વીજ પ્રવાહના કારણે અકસ્માત સર્જાવાના જુદા-જુદા ત્રણ ગંભીર બનાવો નોંધાયા છે. પ્રથમ બનાવમાં લીલાપર કેનાલ રોડ પર વૃક્ષ કાપતી વેળાએ સુશિલભાઈ ફરદીનભાઈ નામના ૨૮ વર્ષીય યુવાનને અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજા બનાવમાં ઘુંટુ રોડ પર આવેલી એક સોસાયટીના મકાનમાં દોઢ વર્ષના માસૂમ બાળક અહદખાન અલીમખાનને વીજ આંચકો લાગતા પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી અને બાળકને તાત્કાલિક સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્રીજા બનાવમાં ટંકારાના ઘુનડા ગામે પ્રિન્ટિંગ પેક કારખાનામાં કામ કરતી વખતે ૧૯ વર્ષીય સુશિલાબેન કટારાને ઇલેક્ટ્રિક શોટ લાગતા તેઓ પણ ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

વીજ આંચકાની સાથેસાથે પંથકમાં વાહન અકસ્માતના પણ કેટલાક બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેતપર રોડ પર પાવડીયારી કેનાલ પાસે રહેતા રાહુલ યાદવને અકસ્માતમાં ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યારે વિરપરથી હડમતીયા જતા રસ્તા પર પેટ્રોલ પંપ પાસે શૈલેષ મોહનભાઈ ઠાકોર નામના યુવાનને બાઈક પર જતી વખતે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેમને આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાંકાનેરની જામસર ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં મુનાભાઈ દેત્રોજાને ઇજા પહોંચતા તેઓને પણ મોરબી વધુ સારવાર અર્થે લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

પંથકમાં સામાન્ય તબિયત બગડવાના બનાવો ઉપરાંત મારામારીની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી રહી છે. માટેલ રોડ પર આવેલા સિરામિક ક્વાર્ટરમાં મજૂરીકામ કરતા લોકેશભાઈ મોજીલાલ ઉપર ચાર શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર ઇજા પામેલા લોકેશભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેવી જ રીતે, ટંકારાના હડમતીયા ગામે વાડીએ કામ કરતી સુમિબેન મોહનીયાને તેમના પતિ દ્વારા જ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા બાબુભાઈ તળેટીયા સાથે થયેલી તકરાર બાદ ત્રણેક શખ્સોએ લોખંડના પાઈપથી હુમલો કરતા તેમને પણ મોરબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં પોલીસ દ્વારા આ તમામ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES