JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક, મહિલા અનામત બિલમાં સંભવિત ફેરફારો પર ચર્ચા

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક, મહિલા અનામત બિલમાં સંભવિત ફેરફારો પર ચર્ચા
સંસદના આગામી વિશેષ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બપોરે કેબિનેટની મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં સીમાંકન સાથે જોડાયેલા મહિલા આરક્ષણ બિલમાં સંભવિત સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાનારી આ ઉચ્ચસ્તરીય કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓને અનિવાર્યપણે ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આગામી 30 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્રને ધ્યાનમાં રાખીને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતા આ કાયદાના અગાઉના સ્વરૂપમાં કેટલાક મહત્વપૂર્ણ संशोधનો અથવા ફેરફારો કરવા પર ગંભીરતાથી વિચારણા કરી શકે છે.

સરકાર દ્વારા સીમાંકન માળખામાં ફેરફાર કરવાની દિશામાં પણ ગતિવિધિઓ શરૂ કરવામાં આવી છે, જેમાં તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોમાં 50 ટકા સુધીનો વધારો કરવાનો પ્રસ્તાવ સામેલ છે. વર્ષ 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યોના વર્તમાન આંતર-રાજ્ય હિસ્સાને યથાવત રાખવાની યોજના છે. ખાસ કરીને દક્ષિણી રાજ્યોમાં સીમાંકનની સંસદીય પ્રતિનિધિત્વ પર પડનારી અસરો અંગેની ચિંતાઓને દૂર કરવા માટે આ પ્રસ્તાવિત ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મીડિયા અવાલો મુજબ સરકાર વસ્તી ગણતરી વગર જ સીમાંકનની પ્રક્રિયાને આગળ વધારવા માટે વસ્તી ગણતરીથી સીમાંકનને અલગ કરવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં લોકસભામાં બંધારણીય (131મો સુધારો) બિલ પરાજિત થયું હતું, જેમાં લોકસભાની બેઠકો 543 થી વધારીને મહત્તમ 850 કરવાની અને મહિલા આરક્ષણને સીમાંકન સાથે જોડવાની જોગવાઈ હતી. આગામી સંસદ સત્ર 30 નવેમ્બરથી શરૂ થઈને ડિસેમ્બરની શરૂઆત સુધી ચાલનારું છે, ત્યારે આ બેઠકના નિર્ણયો પર સમગ્ર દેશની નજર રહેશે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES