અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યના ઓમાહા શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. ફ્રાન્સમાં રહેતા ૨૧ વર્ષીય ટેરી કાન્માચર નામના યુવાને અમેરિકાની ૨૨ વર્ષીય લોરેન બેકર નામના યુવતીની ડે કેર સેન્ટર બહાર ઘાતકી હત્યા કરી દીધી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ બંને જણા વર્ષ ૨૦૨૩માં માત્ર એક જ ડેટ પર ગયા હતા અને ત્યારબાદ યુવતીએ સંબંધ રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ વાતનું મનદુઃખ રાખીને આરોપીએ ફ્રાન્સથી સીધા ઓમાહા આવીને આ ખૌફનાક અપરાધને અંજામ આપ્યો હતો. ઓમાહા પોલીસ વચડાના જણાવ્યા અનુસાર, આરોપીએ મંગળવારે સવારે કિડ્સ કેન કોમ્યુનિટી સેન્ટરની બહાર લગભગ ૪૫ મિનિટ સુધી રાહ જોઈ હતી અને જેવું લોરેન ત્યાં પહોંચી કે તરત જ તેના પર છરીથી હુમલો કરી દીધો હતો.
આ ઘટના અંગે વધુ માહિતી આપતા ઓમાહા પોલીસ વડા ટોડ શ્માડેરરે જણાવ્યું હતું કે, આરોપી કાન્માચરે અગાઉથી જ આ હત્યાનું આયોજન કર્યું હોય તેમ પ્રતીત થાય છે. તે હુમલાના બે દિવસ પહેલાં જ ઓમાહા પહોંચી ગયો હતો અને એરબીએનબી (Airbnb) પર રોકાયો હતો. ડે કેર સેન્ટરના કાચની બારીની બહાર જ આ લોહીયાળ ખેલ ખેલાયો હતો અને ઘટનાસ્થળે જ લોરેન બેકરનું મૃત્યુ નીપજ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને મિનેસોટાના મિનેપોલિસ-સેન્ટ પાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્રાન્સ પરત ભાગવાની ફિરાકમાં હતો, તે જ સમયે સતર્ક પોલીસ અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો. અગાઉ તેની ફ્લાઇટ ૩૦ નવેમ્બરની હતી પરંતુ તેણે તેને બદલીને વહેલી કરી નાખી હતી જેથી પોલીસ પકડથી બચી શકે.
વર્ષ ૨૦૨૩માં ઓનલાઈન માધ્યમથી સંપર્કમાં આવેલા આ યુગલનો સંબંધ લાંબો સમય ટક્યો ન હતો અને લોરેને તે જ વર્ષે પાનખર રિશતમાં પૂર્ણવિરામ મૂકી દીધું હતું. સંબંધ તોડ્યા બાદ પણ આરોપી સતત તેને ધમકીઓ આપતો હતો જેથી ભયભીત થઈને લોરેને સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. લોરેને પોલીસ સમક્ષ વ્યક્ત કરેલી ચિંતાઓ અને ડર અક્ષરસઃ સાચા સાબિત થયા હતા કારણ કે આરોપીએ ત્રણ વર્ષ પછી પણ તેનો પીછો છોડ્યો ન હતો. હાલમાં આરોપી કાન્માચર હેનેપિન કાઉન્ટીમાં કસ્ટડીમાં છે અને આગામી સોમવારે તેની પ્રતિર્પણ (extradition) અંગેની સુનાવણી હાથ ધરવામાં આવશે, જ્યારે આ સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને કારણે ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
