JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જૂનાગઢના ખજૂરના વેપારી સાથે ૧૩.૪૩ લાખની ઠગાઈ, મહેસાણાના ત્રણ શખ્સો સામે ગુનો દાખલ

જૂનાગઢના ખજૂરના વેપારી સાથે ૧૩.૪૩ લાખની ઠગાઈ, મહેસાણાના ત્રણ શખ્સો સામે ગુનો દાખલ
જૂનાગઢના ૬૮ વર્ષીય વેપારી પાસેથી વિશ્વાસ કેળવીને ખજૂર મંગાવીને લાખો રૂપિયાનું પેમેન્ટ ન ચૂકવી આચરવામાં આવી છે. મહેસાણાના ત્રણ વેપારીઓ વિરુદ્ધ પોલીસ મથકે છેતરપિંડીનો સત્તાવાર ગુનો નોંધાયો છે.

જૂનાગઢ શહેરના દાણાપીઠ વિસ્તારમાં ખજૂરનો વ્યવસાય કરતા અને મીરાનગર વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય વયોવૃદ્ધ વેપારી જયપ્રકાશ અમૃતલાલ સોઢા સાથે આ આર્થિક છેતરપિંડીની ઘટના બની છે. અંદાજે બે વર્ષ અગાઉ મહેસાણાના અમિત લખમણ સિંધી નામના શખ્સે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને પોતાની પાસે બજારમાં સારી પાર્ટીઓ હોવાનું કહીને વિશ્વાસ કેળવ્યો હતો. આ વિશ્વાસને આધારે ફરિયાદીએ તેને ખજૂરનો વેપાર શરૂ કરીને માલ મોકલવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના તબક્કામાં અમિત દ્વારા સમયસર નાણાં ચૂકવી દેવામાં આવતા હોવાથી વેપારીનો તેના પર ભરોસો વધુ દ્રઢ બન્યો હતો.

આ ભરોસાનો લાભ લઈને અમિત સિંધીએ ફોન કરીને મહેસાણાના ખોડિયાર ટ્રેડર્સવાળા ખીમજીભાઈ હરજીભાઈ શેઠિયાનો ઓર્ડર હોવાનું જણાવી તેમના નામે બિલ બનાવીને કુલ રૂા. ૬.૨૧ લાખનો ખજૂર ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવ્યો હતો. આ ઉપરાંત, તે જ રીતે મહેસાણાના હોમ ટ્રેડર્સવાળા યોગેશભાઈ રાવલના નામે પણ વધુ રૂા. ૭.૨૧ લાખનો માલ મંગાવવામાં આવ્યો હતો. આમ, અમિતભાઈના કહેવાથી અને તેના પરના ભરોસાને કારણે જુનાગઢની પેઢીમાંથી કુલ રૂપિયા ૧૩.૪૩ લાખનો માલ અલગ-અલગ વેપારીઓને મોકલી આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ આ માલનું કોઈ જ પેમેન્ટ વેપારીના ખાતામાં જમા થયું ન હતું.

લાંબા સમય સુધી નાણાં ન મળતા વૃદ્ધ વેપારીએ અમિત સિંધી પાસે ઉઘરાણી શરૂ કરી હતી, પરંતુ તેણે નાણાં ચૂકવવાનું ટાળી દીધું હતું અને વાયદાઓ આપ્યા હતા. આ મામલે જ્યારે અન્ય બંને વેપારીઓ ખીમજીભાઈ અને યોગેશભાઈનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ જવાબદારી ખંખેરી નાખીને સ્પષ્ટ જણાવી દીધું હતું કે તેમની પાસે ઉઘરાણી કરવી નહીં અને પેમેન્ટ માટે માત્ર અમિતભાઈનો જ સંપર્ક કરવો. કોઈપણ જગ્યાએથી પેમેન્ટ નહીં મળતા આખરે કંટાળીને વૃદ્ધ વેપારીએ પોલીસના શરણે જઈને અમિત લખમણ સિંધી, ખીમજી હરજી શેઠિયા અને યોગેશ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES