JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને સતત આઠમી વખત મળ્યો સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને સતત આઠમી વખત મળ્યો સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ
'ધ વીક' અને હંસા રિસર્ચ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ઝાયડસ હોસ્પિટલને અમદાવાદની શ્રેષ્ઠ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે, જેણે ઉત્કૃષ્ટ તબીબી સેવાઓના બળે સતત આઠમી વખત આ ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે.

અમદાવાદની જાણીતી ઝાયડસ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે પોતાની ઉત્કૃષ્ટતાની સફર જારી રાખતા વધુ એક સીમાચિહ્ન સર કર્યું છે. પ્રતિષ્ઠિત 'ધ વીક' મેગેઝિનના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ઝાયડસ હોસ્પિટલને સતત આઠમા વર્ષે અમદાવાદની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હોસ્પિટલના પ્રબંધન દ્વારા આ ભવ્ય સફળતાનો શ્રેય અહીંના કુશળ તબીબો, દર્દીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતી પારદર્શક નીતિઓ અને અત્યાધુનિક નિદાન સેવાઓને આપવામાં આવ્યો છે. આ સિદ્ધિ બદલ હોસ્પિટલ પ્રશાસને તમામ સ્નેહીજનો અને શ્રેષ્ઠીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

પશ્ચિમ ભારતમાં હેલ્થકેર ક્ષેત્રે અગ્રેસર રહેલી આ હોસ્પિટલે રોબોટિક સર્જરી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ઓન્કોલોજી અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સાયન્સ સહિતના વિવિધ વિભાગોમાં નોંધપાત્ર અને સફળ પરિણામો દર્શાવ્યા છે. ખાસ કરીને લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ તેમજ બોન મેરો અને જટિલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી માટે આ સંસ્થા એક મોટું અને વિશ્વસનીય કેન્દ્ર બની રહી છે. અહીં માત્ર સારવાર જ નહીં, પરંતુ દર્દીઓની સર્વાંગી સુરક્ષા અને ઉત્તમ સ્વાસ્થ્ય પરિણામો મેળવવા માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે, જે તેને અન્ય સંસ્થાઓથી અલગારે છે.

આ સિદ્ધિ પાછળ હોસ્પિટલની અદ્યતન ટેક્નોલોજી અને વિશેષ અભિયાનોનો પણ મોટો ફાળો રહેલો છે. નેક્સ્ટ જનરેશન સિકવન્સિંગ જેવી અત્યાધુનિક સુવિધાઓથી લઈને 'સ્ટ્રોક ફ્રી ગુજરાત' અને 'ઝીરો ઇઝ ધ હીરો' જેવા અભિયાનો દ્વારા હોસ્પિટલે લોકકલ્યાણના અનોખા કાર્યો કર્યા છે. આ ઉપરાંત, નર્સિંગ ટીમોના ઉત્કૃષ્ટ નેતૃત્વ હેઠળ અમલમાં મૂકાયેલા ઝીરો-ટોલરન્સ પ્રોટોકોલે હોસ્પિટલની ગુણવત્તામાં ચાર ચાંદ લગાવ્યા છે. સંશોધન અને ટેકનોલોજીના સમન્વયથી ઝાયડસ હોસ્પિટલ આજે દર્દીઓ માટે આશાનું એક મોટું કિરણ બની રહી છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES