JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ

ઈકો-ફ્રેન્ડલી ક્રાંતિ: અસમમાં વાંસમાંથી બની અનોખી સાઈકલ, CM હિમંત બિસ્વા સરમાએ કર્યું લોન્ચિંગ

Oct 02, 2026 | 18:00 | By JAMNAGAR MIRROR
ઈકો-ફ્રેન્ડલી ક્રાંતિ: અસમમાં વાંસમાંથી બની અનોખી સાઈકલ, CM હિમંત બિસ્વા સરમાએ કર્યું લોન્ચિંગ

અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાજ્યમાં ગ્રીન મોબિલિટી અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે વાંસમાંથી તૈયાર કરાયેલી અનોખી સાઇકલનું ઔપચારિક લોન્ચિંગ કર્યું છે. આ વિશેષ પહેલ હેઠળ 'બેમ્બુ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ' દ્વારા અસમમાં આશરે ₹15 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. કંપની રાજ્યના છાયગાંવ સ્થિત બેમ્બુ પાર્કમાં આ સાઈકલોનું મોટા પાયે ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. પ્રાથમિક તબક્કે દર મહિને અંદાજે 1,000 જેટલી વાંસની સાયકલ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વાંસ એક ટકાઉ અને મજબૂત કુદરતી સ્ત્રોત હોવાથી આ સાઇકલો પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જો નાગરિકો તરફથી આ નવીન પ્રોડક્ટને સારો પ્રતિસાદ મળશે તો રાજ્ય સરકાર કંપનીને વધુ સહયોગ આપશે. સ્થાનિક સ્તરે વાંસના ઉપયોગથી ગ્રામીણ અર્થતંત્રને બળ મળશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

LATEST ARTICLES