JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

વડતાલ સ્વામિનારાયણ મંદિરનો મોટો ખુલાસો, એમ.પી. અને ડી.પી. સ્વામી સાથે સંસ્થાને કોઈ જ સંબંધ નથી

વડતાલ સ્વામિનારાયણ મંદિરનો મોટો ખુલાસો, એમ.પી. અને ડી.પી. સ્વામી સાથે સંસ્થાને કોઈ જ સંબંધ નથી
મુખ્યમંત્રીની મુલાકાતના એક દિવસ પહેલા વડતાલ મંદિર પ્રશાસને સત્તાવાર નિવેદન જાહેર કરીને વિવાદાસ્પદ એસ.પી. અને ડી.પી. સ્વામી સાથે સંસ્થાનો કોઈ નાતો ન હોવાની સ્પષ્ટતા કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનાર સામૈયાના કાર્યક્રમ અગાઉ મંદિર પ્રશાસન દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી છેતરપિંડી અને ગેરરીતિના ગંભીર આક્ષેપોમાં ઘેરાયેલા એમ.પી. સ્વામી ઉર્ફે માધવપ્રિય સ્વામી અને ડી.પી. સ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી સાથે વડતાલ સંસ્થાને દૂરદૂર સુધી કોઈ લેવાદેવા નથી. મંદિરના મેનેજર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે આ બંને વ્યક્તિઓ વડતાલ મંદિરના ચોપડામાં ક્યારેય રજિસ્ટર નોંધાયેલા અધિકૃત ત્યાગી સંતો નથી અને સંસ્થા કે તેની કોઈપણ શાખા સાથે તેમને કોઈ સંબંધ નથી.

સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર નામનો દુરુપયોગ કરી અજાણી વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો અને અહેવાલો સતત સામે આવી રહ્યા હતા. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિવાદોથી સંસ્થાની છબી ખરડાઈ રહી હોવાનું ધ્યાને આવતા જ વડતાલ મંદિર ટ્રસ્ટે તાત્કાલિક ધોરણે કડક વલણ અપનાવ્યું હતું. પ્રશાસને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આ બંને વ્યક્તિઓની કોઈપણ પ્રકારની ગેરરીતિ, આર્થિક છેતરપિંડી કે અન્ય વિવાદાસ્પદ બાબતો સાથે વડતાલ સંસ્થાનું નામ જોડવું નહીં, કારણ કે તેઓ સંસ્થાના અધિકૃત પ્રતિનિધિઓ નથી.

આ સમગ્ર મામલે વડતાલ મંદિર સંસ્થા દ્વારા સમગ્ર સત્સંગ સમાજ અને મીડિયા જગતને એક વિગતવાર અપીલ પણ કરવામાં આવી છે. સંસ્થાએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે કોઈપણ અનધિકૃત વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓ કે નાણાકીય વ્યવહારોથી સાવચેત રહેવું અને સંસ્થાના નામે થતા આવા કોઈપણ વ્યવહારમાં જોડાતા અગાઉ તેની સત્યતા તથા અધિકૃતતાની સંપૂર્ણ ખાતરી કરી લેવી. મુખ્યમંત્રીની આગામી મુલાકાત અગાઉ આવેલા આ સત્તાવાર નિવેદનને કારણે ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને શ્રદ્ધાળુઓ પણ સાવચેત બન્યા છે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES