JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ઉત્તર પ્રદેશ ચૂંટણી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠક ફાળવણી માટે પ્રથમ તબક્કાની ચર્ચા સફળ

ઉત્તર પ્રદેશ ચૂંટણી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠક ફાળવણી માટે પ્રથમ તબક્કાની ચર્ચા સફળ
વર્ષ ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠક ફાળવણીને લઈને પ્રથમ તબક્કાની બેઠક સકારાત્મક માહોલમાં સંપન્ન થઈ છે. બંને પક્ષોના શીર્ષ નેતૃત્વ દ્વારા આગામી બે થી ચાર દિવસમાં ગઠબંધન અને સીટ શેરિંગને આખરી સ્વરૂપ આપવામાં આવે તેવી પૂરી સંભાવના છે.

નવી દિલ્હી ખાતે કોંગ્રેસના રાજ્યસભાનાસભ્ય પ્રમોદ તિવારીના નિવાસસ્થાને મળેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામ ગોપાલ યાદવની આગેવાની હેઠળની વાટાઘાટ સમિતિ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિચારોનું આદાનપ્રદાન થયું હતું. બેઠક બાદ નેતાઓએ આ ચર્ચાને અત્યંત સકારાત્મક ગણાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ગઠબંધનની પ્રક્રિયા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે, જે આગામી સમયમાં ભાજપના આધિપત્ય સામે મજબૂત રાજકીય વિકલ્પ પૂરતો પાડશે.

ચર્ચા દરમિયાન બંને પક્ષોએ બેઠકોની સંખ્યા જાહેર કરવાનું ટાળ્યું હતું પરંતુ આગામી રણનીતિ અંગે સકારાત્મક વલણ દાખવ્યું હતું. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમ અને પ્રદેશ અધ્યક્ષ આરાધના મિશ્રા 'મોના'એ જણાવ્યું હતું કે સંખ્યા કરતાં પરસ્પર સમજૂતી અને ગઠબંધન વધુ મહત્વનું છે. ઉત્તર પ્રદેશની ૪૦૩ વિધાનસભા બેઠકો માટે આગામી વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકારને ટક્કર આપવા માટે કોંગ્રેસ અને એસપી સંયુક્ત રીતે મેદાનમાં ઉતારવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે.

આગામી રણનીતિના ભાગરૂપે મંગળવારે બંને પક્ષો વચ્ચે બીજા તબક્કાની બેઠક યોજાવાની છે, જેમાં બેઠક ફાળવણીના આખરી આંકડાઓ પર મ્હોર વાગી શકે છે. અગાઉ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષોએ અલગ-અલગ ચૂંટણી લડી હતી, પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામો અને બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને આ વખતે બંને પક્ષો સાથે મળીને ભાજપ વિરુદ્ધ મોરચો ખોલવા માટે અત્યંત ઉત્સુક અને ગંભીર દેખાઈ રહ્યા છે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES