JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ભારતમાં ગરીબી વિરુદ્ધ ઐતિહાસિક જંગ: છેલ્લા દાયકામાં પચાસ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા

ભારતમાં ગરીબી વિરુદ્ધ ઐતિહાસિક જંગ: છેલ્લા દાયકામાં પચાસ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા
વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ છેલ્લા એક દાયકામાં ભારતમાં અંદાજે 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. સરકારની લક્ષિત કલ્યાણકારી યોજનાઓ અને મહિલા સશક્તિકરણને કારણે દેશમાં ગરીબીના મૂળિયા હચમચી ગયા છે.

સ્વાતંત્ર્ય પછીના છ દશકો સુધી ભારતમાં વ્યાપક ગરીબી હટાવવાના પ્રયાસો માત્ર એક અધૂરૂં વચન બનીને રહી ગયા હતા. વિદેશોમાં પણ ભારતને કાયમી વંચિતો અને પાયાની સગવડોથી વંચિત દેશ તરીકે દર્શાવવામાં આવતો હતો. પરંતુ છેલ્લા દાયકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં એક પાયાનું પરિવર્તન આવ્યું છે. માત્ર અસ્થાયી રાહત આપવાને બદલે સરકારે ગરીબીને પોષતા કારણો અને અવરોધોને ઘર-ઘર સુધી જઈને દૂર કરવાનો કઠિન પરંતુ સચોટ રસ્તો અપનાવ્યો. 'અંત્યોદય'ની ભાવનાથી પ્રેરિત થઈને સરકારની દરેક યોજના સીધી જ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવી, જેના પરિણામે ગરમ અને આર્થિક પડકારોને પાર કરીને આજે દેશના દૂર-દરાજના વિસ્તારોમાં પણ નવી આશાનો સંચાર થયો છે.

ગરીબી એ માત્ર ઓછી આવક કે વેતનનો પ્રશ્ન નથી, પરંતુ પાકા છાપરા, શુદ્ધ પાણી, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય જેવી મૂળભૂત બાબતોનો અભાવ છે. સ્વચ્છ ભારત અભિયાન, જલ જીવન મિશન, ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી પહેલોએ સામાન્ય માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આયુષ્માન ભારતે તબીબી ખર્ચ સામે આર્થિક સુરક્ષા પૂરી પાડી છે, જે અગાઉ અસંખ્ય પરિવારોને ફરીથી ગરીબીમાં ધકેલી દેતી હતી. બીજી તરફ, જન ધન ખાતાઓ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા વચેટિયાઓની ભૂમિકા નાબૂદ થઈ છે અને સરકારી સહાય સીધી નાગરિકોના ખાતામાં જમા થાય છે. મુદ્રા લોન યોજના દ્વારા સામાન્ય માણસ અને મહિલાઓએ કોઈપણ ગીરવે મૂક્યા વિના પોતાના નાના વ્યવસાયો શરૂ કર્યા છે, જે આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી રહ્યા છે.

આ આર્થિક પરિવ્રતનમાં દેશની ગ્રામીણ મહિલાઓએ સૌથી મોખરે રહીને નેતૃત્વ કર્યું છે. સ્વસહાય જૂથો (SHGs) દ્વારા કરોડથી વધુ મહિલાઓ બચત, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતા સાથે જોડાઈ છે, જેમાં લાખો મહિલાઓ 'લખપતિ દીદી' બનીને અન્ય માટે પ્રેરણારૂપ બની છે. આ તમામ સકારાત્મક પરિણામો દર્શાવે છે કે જે ગરીબી અશક્ય જણાતી હતી તેને મક્કમ ઈરાદા અને ટેકનોલોજીના ઉપયોગથી હરાવી શકાય છે. હવે ભારત 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણ માટે આગળ વધી રહ્યું છે, જ્યાં આર્થિક પ્રગતિના લાભો દેશના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે અને ૧૪૦ કરોડ દેશવાસીઓના સંકલ્પથી આ લક્ષ્ય ચોક્કસ સિદ્ધ થશે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES