JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ટેક્સ ઘટ્યો પણ રોજગારી અને પગારવધારામાં કપાત કેમ? વડાપ્રધાને કોર્પોરેટર જગતને ઝાટક્યું

ટેક્સ ઘટ્યો પણ રોજગારી અને પગારવધારામાં કપાત કેમ? વડાપ્રધાને કોર્પોરેટર જગતને ઝાટક્યું
વડાપ્રધાન મોદીએ FICCI ના વાર્ષિક મંચ પરથી કોર્પોરેટ જગતની માનસિકતા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, ટેક્સ ઘટાડાનો લાભ કર્મચારીઓને કેમ ન આપ્યો?

નવી દિલ્હીમાં યોજાયેલી FICCI ની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોર્પોરેટ સેક્ટરની કામગીરી અને માનસિકતા સામે સીધા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ઉદ્યોગપતિઓને આડે હાથે લેતા જણાવ્યું કે સરકારે ૨૦૧૪માં ૩૦ ટકાથી ઘટાડીને કોર્પોરેટ ટેક્સ ૨૨ ટકા કર્યો અને ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ મુક્ત બનાવી છતાં ઉદ્યોગોએ કર્મચારીઓના પગારમાં વધારો કે નવી ભરતીઓ કરવાનું ટાળ્યું છે. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર દ્વારા રાહતો આપવા છતાં ઉદ્યોગ જગતની ભૂખ ક્યારેય સંતોષાતી નથી અને માત્ર નફો કમાવવાની વૃત્તિ જ જળવાઈ રહી છે.

વડાપ્રધાને ઉદ્યોગ જગતને માત્ર ઘરેલુ બજાર પૂરતા સીમિત ન રહેતા વૈશ્વિક સ્તરે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા અને આંતરરાષ્ટ્રીય વેપાર કરારોનો પૂરેપૂરો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ તેમણે મહાત્મા ગાંધીના ૧૯૩૦ના 'સ્વદેશી' આંદોલનને યાદ કરીને ફાર્મા, સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા પર ભાર મૂક્યો હતો. ભારત ફાર્મસી ઓફ ધ વર્લ્ડ હોવા છતાં વિદેશથી APIs અને બલ્ક ડ્રગ્સની આયાત કરવાના મુદ્દે તેમણે ચિંતા વ્યક્ત કરી અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ભારતમાં જ કાચો માલ તૈયાર કરવાની ક્ષમતા વિકસાવવા અપીલ કરી હતી.

વધુમાં, વડાપ્રધાને ઉદ્યોગોને સલાહ આપી કે આગામી ૨૦ વર્ષોમાં કોઈપણ રોકાણ વખતે 'ઇન્ડિયા ફર્સ્ટ' ને પાયો બનાવવો જોઈએ જેથી દેશ આત્મનિર્ભર બની શકે. તેમણે ઉદ્યોગના દિગ્ગજોને કોઈપણ સંકોચ વગર આગામી બજેટ કે અન્ય સુધારાઓ માટે પોતાના સૂચનો સીધા મોકલવા જણાવ્યું હતું કારણ કે આ વર્તમાન સરકાર ઉદ્યોગ તરફી અને મિત્રવત્ છે. કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવા અને ભવિષ્યની વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે વ્યૂહાત્મક ક્ષેત્રોમાં આગળ આવવા પણ તેમણે ભારપૂર્વક આહ્વાન કર્યું હતું.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES