JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગર પંથકમાં પોલીસની સઘન ડ્રાઇવ: ત્રણ અલગ-અલગ દરોડામાં ત્રણ મહિલાઓ સહિત ૧૭ જુગારીઓ ઝડપાયા

જામનગર પંથકમાં પોલીસની સઘન ડ્રાઇવ: ત્રણ અલગ-અલગ દરોડામાં ત્રણ મહિલાઓ સહિત ૧૭ જુગારીઓ ઝડપાયા
જામનગર શહેર અને તાલુકામાં પોલીસે જુગાર વિરુદ્ધ લાલ આંખ કરી છે. ભીમવાસ, ગોકુલનગર અને શાપર ગામે પાડેલા દરોડામાં કુલ ૬૭ હજારથી વધુની રોકડ સાથે ૧૭ શખ્સો પોલીસના સકંજામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે સ્થાનિક પોલીસ ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં બાતમીના આધારે સફળ દરોડા પાડ્યા હતા. સિક્કા પોલીસ સ્ટેશનની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે શાપર ગામના રહતીયા તળાવ પાસે આવેલા મંદિર નજીક દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં જાહેરમાં કેટલાક ઈસમો ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે આ સ્થળેથી દરોડો પાડીને ગૌતમભાઈ ઉર્ફે ભુટો પેથાભાઈ ભાંભી, જયંતીભાઈ છગનભાઈ ગામી, જીતેશભાઈ નાથાભાઈ બોડા સહિત છ ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂા. ૪૨,૨૧૦ ની રોકડ રકમ પણ કબજે કરી હતી.

આ ઉપરાંત, જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભીમવાસ વિસ્તારમાં ફૌજી ઢાબા સામે અને મેલડી માતાના મંદિર પાસે પણ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તે વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા જયેશભાઇ ધીરૂભાઇ પરમાર, દીલીપભાઇ ગોવીંદભાઇ ડાભી, ઇકબાલભાઇ હુશેનભાઇ નગામણા તેમજ રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા સહિત સાત શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસની આ ટીમ દ્વારા સ્થળ પરથી રૂા. ૧૧,૪૨૦ ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી અને તમામ આરોપીઓ સામે કાયદેસરની અટકાયતી કાર્યવાહી હાથ ધરીને ગુનો નોંધવામાં આવ્યો હતો.

શહેરમાં જુગારના દરોડાની ત્રીજી મોટી કાર્યવાહી સિટી સી ડિવિઝન પોલીસ દ્વારા ગોકુલનગર પ્રજાપતિ સોસાયટી વિસ્તારમાં કરવામાં આવી હતી. આ વિસ્તારની શેરી નંબર ૮ માં જાહેરમાં જુગાર રમાતો હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં તેજલબા ભરતસિંહ જાડેજા, જીજ્ઞાસાબેન હાર્દિકભાઇ રાઠોડ અને જાનુબેન ઉર્ફે ઝાંઝીબેન ચનાભાઇ કરમુર નામની ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર શખ્સો પકડાયા હતા. પોલીસે આ જુગારના અડ્ડા પરથી રૂા. ૧૪,૫૦૦ ની રોકડ રકમ કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. એક જ દિવસમાં થયેલી આ કાર્યવાહીથી જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES