JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

વિશ્વની સૌથી ચર્ચિત વિડિઓ ગેમ 'જીટીએ ૬' સાથે જોડાયેલું છે ભારતનું જોડાણ, બેંગલુરુના ડેવલપર્સે કરી છે મોટી કામગીરી

વિશ્વની સૌથી ચર્ચિત વિડિઓ ગેમ 'જીટીએ ૬' સાથે જોડાયેલું છે ભારતનું જોડાણ, બેંગલુરુના ડેવલપર્સે કરી છે મોટી કામગીરી
વિશ્વભરમાં આતુરતાથી રાહ જોવાય રહી છે તેવી વિડિઓ ગેમ 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો ૬' (GTA 6)ના નિર્માણમાં બેંગલુરુના ૧૬૦૦થી વધુ ડેવલપર્સનું મોટું યોગદાન રહેલું છે, જેની માહિતી ભાજપના નેતા તેજસ્વી સુર્યાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

વિશ્વભરના ગેમિંગ શોખીનો જેની છેલ્લા ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો ૬' (GTA 6) ગેમ સાથે ભારતનું એક રોમાંચક અને ગર્વ લેવા જેવું જોડાણ સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા તેજસ્વી સુર્યાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું છે કે આ અત્યાધુનિક ગેમના નિર્માણમાં બેંગલુરુસ્થિત 'રોકસ્ટાર ઇન્ડિયા' (Rockstar India) ની મહત્વની ભૂમિકા રહી છે. આ શહેરના ૧૬૦૦ કરતા વધુ કુશળ સોફ્ટવેર ડેવલપર્સે આ વૈશ્વિક સ્તરની ગેમને સાકાર કરવામાં રાત-દિવસ મહેનત કરી છે. બેંગલુરુ માત્ર આઈટી હબ તરીકે જ નહીં, પરંતુ હવે વૈશ્વિક સ્તરે ગેમિંગ ઇકોસિસ્ટમના એક મજબૂત કેન્દ્ર તરીકે પણ ઉભરી આવ્યું છે તે આ વાત પરથી સ્પષ્ટ થાય છે.

આ સફળતા પાછળ દાયકાઓનો સંઘર્ષ અને ભારતની ટેકનોલોજી ક્ષેત્રની પ્રગતિ છુપાયેલી છે, જેનો ઉલ્લેખ કરતા તેજસ્વી સુર્યાએ જણાવ્યું કે આ સ્ટુડિયોનું જોડાણ પ્રખ્યાત 'ધ્રુવા ઇન્ટરનેટિવ' સાથે છે. વર્ષ ૧૯૯૫માં રાજેશ રાવ દ્વારા માત્ર એક જ કમ્પ્યુટરથી બેંગલુરુમાં શરૂ કરવામાં આવેલી આ કંપની ભારતની સર્વપ્રથમ ગેમ ડેવલપમેન્ટ સ્ટુડિયો બની હતી, જેને વર્ષ ૨૦૧૯માં રોકસ્ટાર ગેમ્સ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. આજે આ જ ભારતીય પ્રતિભા અને પ્લેટફોર્મે વૈશ્વિક મંચ પર દેશનું નામ રોશન કર્યું છે, જે ભારતીય યુવાનોની ટેકનિકલ ક્ષમતા અને કૌશલ્યની અદભુત સાક્ષી પૂરે છે.

બીજી તરફ, જીટીએ (GTA) ફ્રેન્ચાઈઝીની લોકપ્રિયતા અને ભવ્યતા એટલી વિશાળ છે કે તેની સરખામણી ભાગ્યે જ અન્ય કોઈ મનોરંજન માધ્યમ સાથે થઈ શકે છે.શરૂઆતનાં સાદા સ્વરૂપથી લઈને અત્યારની અત્યાધુનિક ઓપન-વર્લ્ડ ગેમ સુધીની સફર ખેડનાર આ શ્રેણીએ દુનિયાભરમાં ૪૭૦ મિલિયનથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે, જેમાં તેની અગાઉની સિરીઝ 'જીટીએ ૫' એ માત્ર ત્રણ જ દિવસમાં ૧ અબજ ડોલરની કમાણી કરીને રેકોર્ડ સર્જ્યો હતો. હવે ૧૩ વર્ષના લાંબા અંતરાલ બાદ આવી રહેલી 'જીટીએ ૬' ગેમ ખેલાડીઓને ફરી એકવાર મિયામીની પ્રેરણાથી બનેલી 'વાઈસ સિટી'ની દુનિયામાં લઈ જશે, જેને તાજેતરમાં ગેમ અવોર્ડ્સમાં 'ગેમ ઓફ ધ યર' સહિત આઠ પ્રતિષ્ઠિત નોમિનેશન્સ પણ પ્રાપ્ત થયા છે.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES