JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

પ્રખ્યાત મોડેલ કેટી પ્રાઈસે ચોથી વખત કરાવ્યું નાકનું ઓપરેશન, અચાનક વજન ઘટવા અંગે એમઆરઆઈ અને ઈસીજી ટેસ્ટ શરૂ

પ્રખ્યાત મોડેલ કેટી પ્રાઈસે ચોથી વખત કરાવ્યું નાકનું ઓપરેશન, અચાનક વજન ઘટવા અંગે એમઆરઆઈ અને ઈસીજી ટેસ્ટ શરૂ
બ્રિટિશ મોડેલ કેટી પ્રાઈસે તાજેતરમાં ચોથી વખત નાકની સર્જરી કરાવી છે, જેના પર તેમની બહેને સ્પષ્ટ કહ્યું કે તેમને આ બાબતે કોઈ સહાનુભૂતિ નથી. બીજી તરફ, કેટીનું અચાનક વજન ખૂબ ઘટી જવાથી ડોક્ટરોએ તેમને એમઆરઆઈ અને ઈસીજી જેવા મહત્વપૂર્ણ મેડિકલ ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.

હૉલિવુડ જગતની જાણીતી પૂર્વ ગ્લેમર મોડેલ કેટી પ્રાઈસે તાજેતરમાં બેલ્જિયમ ખાતે કોસ્મેટિક સર્જરી કરાવી છે, જે તેમની ચોથી નાકની સર્જરી હોવાનું માનવામાં આવે છે. આ સમગ્ર વિષય પર તેમણે પોતાની બહેન સોફી સાથે મળીને ચલાવવામાં આવતા પોડકાસ્ટ 'ધ કેટી પ્રાઈસ શો'માં ખુલાસો કર્યો હતો. જો કે, આ સર્જરી બાદ સોફીએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેને પોતાની બહેનના વારંવાર સર્જરી કરાવવાના આ નિર્ણય પ્રત્યે કોઈ જ સહાનુભૂતિ નથી. કેટીએ સ્પષ્ટ કર્યું કે તે કોઈની દયા કે સહાનુભૂતિ મેળવવા માગતી નથી, કારણ કે આ પ્રક્રિયા ખૂબ જ સામાન્ય હતી અને તેમાં નાકનું હાડકું તોડવાની કે ટાંકા લેવાની જરૂર પડી ન હતી. માત્ર હોઠની સર્જરીના કારણે થોડું અસંતુલન સર્જાયું હતું જેને સુધારવા માટે નાકને થોડું નાનું કરવામાં આવ્યું છે.

નાકની આ સામાન્ય સર્જરી ઉપરાંત કેટી પ્રાઈસના સ્વાસ્થ્યને લઈને એક મોટો ખુલાસો થયો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અચાનક તેમનું વજન ખૂબ જ ઘટી ગયું છે, જેના કારણો શોધવા માટે ડોક્ટરોએ તેમને વિશેષ તપાસ કરવાની સલાહ આપી છે. ૪૮ વર્ષીય કેટીએ જણાવ્યું હતું કે, ડોક્ટરો આ વજન ઘટાડા પાછળનું સાચું કારણ જાણવા માટે ઈસીજી, એમઆરઆઈ સ્કેન અને બોન એક્ઝામિનેશન જેવા ટેસ્ટ કરાવી રહ્યા છે. તેમને લો બ્લડ પ્રેશરની પણ સમસ્યા છે અને તેઓ પોતે પણ પોતાના આટલા પાતળા દેખાવથી ખુશ નથી. તેઓ વ્યાયામ કરીને ફરીથી મસ્ક્યુલર બોડી અને યોગ્ય વજન મેળવવા ઈચ્છે છે.

કેટીના આ અચાનક વજન ઘટાડાથી તેમનો પરિવાર પણ ચિંતિત બન્યો છે. તાજેતરમાં તેમના પુત્ર જુનિયરે માતાની યોગ્ય દેખભાળ રાખવા માટે જાતે ઘરે આવીને પાસ્તા રાંધ્યા હતા અને કહ્યું હતું કે જો તે આમ નહીં કરે તો કેટી યોગ્ય રીતે જમશે પણ નહીં. અગાઉ માર્ચ મહિનામાં એક ટીવી શો દરમિયાન એ પણ અટકળો લગાવવામાં આવી હતી કે કેટી વજન ઘટાડવાની કોઈ દવા 'ઓઝેમ્પીક' લઈ રહી છે, પરંતુ ડોક્ટરોએ તેમના બ્લડ રિપોર્ટ્સ દ્વારા આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. હાલમાં ડોક્ટરો આ સ્થિતિ પાછળ આયર્નની ઉણપ અને પેરીમેનોપોઝ જેવા કારણોની પણ તપાસ કરી રહ્યા છે.

મનોરંજન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES