JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામ ખંભાળિયામાં નયારા એનર્જી દ્વારા માર્ગ સલામતી માટે ઉચ્ચસ્તરીય વર્કશોપ યોજાયો

જામ ખંભાળિયામાં નયારા એનર્જી દ્વારા માર્ગ સલામતી માટે ઉચ્ચસ્તરીય વર્કશોપ યોજાયો
આંતરરાષ્ટ્રીય કંપની નયારા એનર્જી દ્વારા ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના કમિશ્નરના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી અંગેના વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ હાઇવેના સલામતી ધોરણો અને જાગૃતિના વિવિધ પ્રોજેક્ટ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

જામ ખંભાળિયા ખાતે આંતરરાષ્ટ્રીય સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જી દ્વારા સીએસઆર પહેલ અંતર્ગત માર્ગ સલામતી અંગેના એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના કમિશ્નરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નેશનલ હાઇવે 151-એ પર આવેલા જાખર જંકશનથી લઈને બેડ નજીકની નંદનીકેતન ટાઉનશીપ સુધીના માર્ગના સલામતી ધોરણોને વધુ મજબૂત બનાવવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિકના પ્રવાહને સરળ બનાવવાની સાથે સુરક્ષિત રસ્તાઓનું નિર્માણ કરવાનો અને સમગ્ર વિસ્તારમાં માર્ગ સલામતીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો.

આ વર્કશોપ દરમિયાન રોડ સેફ્ટી એજ્યુકેશન મોડ્યુલ્સ અંગેનો એક અત્યંત ઉપયોગી પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. જેમાં કોમર્શિયલ ડ્રાઇવરો માટે ખાસ આંખની તપાસણીની પહેલ, શાળાઓમાં 'સેફ સ્કૂલ ઝોન' પ્રોગ્રામ તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રોડ સલામતી જાગૃતિ સત્રો ચલાવવાની યોજના ઘડવામાં આવી હતી. આ તમામ પ્રવૃત્તિઓ થકી ડ્રાઇવરો અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો તથા સલામતી પ્રત્યે ગંભીરતા કેળવાય તેવો સ્પષ્ટ દ્રષ્ટિકોણ રાખવામાં આવ્યો હતો, જેથી ભવિષ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય.

આ ભવ્ય આયોજનમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને નાયબ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, આરટીઓ, જીએસઆરટીસી, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ જીવીકે 108 એમ્બ્યુલન્સ સેવાઓ સહિતના મુખ્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ સહિત 100થી વધુ હિસ્સેદારોએ સક્રિયપણે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નયારા એનર્જી સાથે જોડાયેલી સંસ્થાઓ પાથમેકર્સ અને ટ્રેક સોસાયટીના અધિકારીઓએ ઉપસ્થિત રહીને માર્ગ સલામતી અંગેની વિસ્તૃત અને ઉપયોગી જાણકારી પૂરી પાડી હતી.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES