JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

અમેરિકી નાગરિકે રચ્યો ઇતિહાસ, બનાવ્યો દુનિયાનો સૌથી મોટો 5.2 ટન વજનનો રબર બેન્ડ બોલ

અમેરિકી નાગરિકે રચ્યો ઇતિહાસ, બનાવ્યો દુનિયાનો સૌથી મોટો 5.2 ટન વજનનો રબર બેન્ડ બોલ
અમેરિકાના એક વ્યક્તિએ દસ વર્ષની લાંબી મહેનત બાદ અંદાજે 5.2 ટન વજનનો વિશાળ રબર બેન્ડ બોલ તૈયાર કર્યો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ અદભુત સિદ્ધિને સત્તાવાર રીતે દુનિયાના સૌથી મોટા રબર બેન્ડ બોલ તરીકે ઘોષિત કરવામાં આવી છે.

ન્યૂયોર્ક નિવાસી એક વ્યક્તિએ અશક્ય લાગતી આ સિદ્ધિ પોતાના દ્રઢ નિશ્ચય અને ધીરજના બળે હાંસલ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિશાળકાય રબર બેન્ડ બોલનું વજન સત્તાવાર રીતે 11,578 પાઉન્ડ એટલે કે આશરે 5.2 ટન નોંધાયું છે. આ અનોખી રચનાને પૂર્ણ કરવા પાછળ એક દશકા કરતાં પણ વધુ સમયનો પરિશ્રમ રહેલો છે, જે તેની ગંભીરતા અને વિશાળતા દર્શાવે છે.

આ અનોખા રેકોર્ડ પાછળની પ્રેરણા રસપ્રદ સંજોગોમાંથી મળી હતી. વાસ્તવમાં, આ વ્યક્તિને લોહી સંબંધિત કોઈ બીમારીની નિયમિત તપાસ માટે વારંવાર ડૉક્ટર પાસે જવું પડતું હતું. આ ડાક્ટરી મુલાકાતો અને વેઇટિંગ ટાઈમ દરમિયાન સમય પસાર કરવા માટે તેમણે નાના-નાના રબર બેન્ડ એકઠા કરીને બોલ બનાવવાની શરૂઆત કરી હતી. આ સમય જતાં તેમનો શોખ બન્યો અને તેમના સહકર્મીઓએ તેમને આ પ્રોજેક્ટને મોટા સ્તરે લઈ જવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

પડકાર સ્વીકાર્યા બાદ આ રચનાનું કદ અને વજન એટલું બધું વધી ગયું કે તેને સાચવવો મુશ્કેલ બન્યો. શરૂઆતમાં તેને ઘરના ગેરેજમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ કદ વધવાની સાથે તેને ત્યાંથી ખસેડીને એક અલગ યુનિટમાં શિફ્ટ કરવો પડ્યો હતો. આ સખત મહેનત અને સમર્પણને અંતે ગિનીસ વિશ્વ રેકોર્ડે આ અદભુત કારનામાને માન્યતા આપીને વિશ્વ વિક્રમ તરીકે સ્થાપિત કર્યો છે.

LATEST ARTICLES