JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

ભચાઉમાં આસો માસની નવપદ આયંબીલ ઓળીની આરાધના સંપન્ન, ભક્તિભાવપૂર્વક થયા પારણા

ભચાઉમાં આસો માસની નવપદ આયંબીલ ઓળીની આરાધના સંપન્ન, ભક્તિભાવપૂર્વક થયા પારણા
ભચાઉ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આસો માસની શાશ્વતી નવપદજી ઓળીની ભવ્ય આરાધના યોજાઈ હતી. સોમવારે સોમવારે આરાધકોએ ઉપવાસના પારણા કર્યા હતા જેમાં મોટીસંખ્યામાં ભક્તો જોડાયા હતા.

ભચાઉ વિશા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે આસો માસની પવિત્ર શાશ્વતી નવપદજી ઓળી આરાધનાનો ધાર્મિક મહોત્સવ ભારે ઉત્સાહ સાથે ઉજવાયો હતો. પૂજ્ય મુનિરાજ તીર્થહેમવિજયજી મ.સા., પૂજ્ય મુનિરાજ તીર્થધ્યાન વિજયજી મ.સા., પૂજ્ય મુનિરાજ તીર્થકલ્યાણ વિજયજી મ.સા. તેમજ સાધ્વીજી જિનેશ્વરાશ્રીજી મ.સા. સહિતના પાવન સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આ સમગ્ર આયોજન સંપન્ન થયું હતું. આ ધાર્મિક અનુષ્ઠાનથી સમગ્ર વિસ્તારમાં જૈનાગમની ખૂશ્બૂ ફેલાઈ ગઈ હતી અને ભાવિકોએ ગુરુભગવંતોના સાંનિધ્યનો લાભ લીધો હતો.

આ આરાધનાના મુખ્ય લાભાર્થી તરીકે માતુશ્રી પ્રેમીલાબેન નેણશીભાઈ ગોરધનભાઈ સાતુંદા પરિવાર રહ્યા હતા, જેમણે સ્વ. બીનાબેન જયેન્દ્રભાઈ સાતુંદા અને અ.સો. મમતાબેન મહેશભાઈ સાતુંદા (દુધઈ-ભચાઉ) દ્વારા આ ધાર્મિક લાભ લીધો હતો. આસો વદ એકમ અને સોમવાર તારીખ ૨૭ ઓક્ટોબરના રોજ ઓળીની આરાધનાના પારણા કરવામાં આવ્યા હતા. જેમાં ઉત્સાહભેર ૪૧ જેટલા આરાધકો જોડાયા હતા. આ પ્રસંગે લાભાર્થી પરિવાર દ્વારા તમામ આરાધકોને થર્મોસ ભેટ આપવામાં આવ્યા હતા, તેમજ ભચાઉ જૈન સંઘના ભાવિ ભક્તો દ્વારા ૭૦૦ રૂપિયાની પ્રભાવના કરવામાં આવી હતી. જૈન સંઘ દ્વારા ઉદારભાવે લાભાર્થી પરિવારનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર સફળ આયોજનને પાર પાડવા માટે ભચાઉ જૈન સંઘના પ્રમુખ ધીરજલાલ મહેતા, ટ્રસ્ટીઓ સતીષ મહેતા, પ્રવીણ ગાંધી, મહેન્દ્ર ભણશાલી તેમજ લાભાર્થી પરિવારના જયેન્દ્રભાઈ સાતુંદા અને મહેશભાઈ સાતુંદા સક્રિય રહ્યા હતા. આ ઉપરાંત ચમનલાલ મોરબીયા, ધર્મેશ મહેતા, હસમુખ સંઘવી, મહાસુખ મોરબીયા, દીપક વોરા, ચેતન સી.એ., રમેશ શાહ, દીપક દોશી, શનિ શાહ, ભવ્ય શાહ, તીર્થ શાહ, અક્ષય શાહ સહિત જૈન યુવક મંડળ અને જૈન સમાજના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સેવાયજ્ઞમાં યોગદાન આપ્યું હતું.

LATEST ARTICLES