JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

સુપ્રીમ કોર્ટમાં મોટો હોંગામો, મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર વકીલ બહાર ખદેડાયા

સુપ્રીમ કોર્ટમાં મોટો હોંગામો, મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર વકીલ બહાર ખદેડાયા
તાત્કાલિક સુનાવણીની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા એક વકીલે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત સામે ગંભીર અને અપશબ્દોવાળા આરોપો મૂકતા ભારે હલચલ મચી ગઈ હતી અને સુરક્ષાકર્મીઓએ તેમને કોર્ટરૂમમાંથી બહાર કાઢ્યા હતા.

સુપ્રીમ કોર્ટના એક કોર્ટરૂમમાં ૧૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં ન્યાયિક મર્યાદાના તમામ ધારાધોરણોને વટાવીને એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત વિરુદ્ધ જાહેરમાં આક્રમક અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. આ વકીલ પોતાના કોઈ અંગત મામલામાં તાત્કાલિક સુનાવણીની જીદ લઈને બેન્ચ સમક્ષ હાજર થયા હતા અને કોઈ પણ પ્રકારની પૂર્વ નિર્ધારિત પ્રક્રિયા કે નિયમોનું પાલન કર્યા વિના જ બપોરે અચાનક આ વિવાદિત મુદ્દો ઉઠાવ્યો હતો, જેને લઈને કોર્ટમાં હાજર અન્ય વકીલોએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

વકીલનો મુખ્ય આક્ષેપ હતો કે તેમણે ગત ૨ નવેમ્બરના રોજ CJIની ઓફિસમાં એક મામલો રજૂ કર્યો હતો, પરંતુ ૧૫ દિવસ વીતી જવા છતાં તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પોતાની સામે ચાલી રહેલા અવમાનના કેસને લઈને ભારે નારાજગી ધરાવતા આ વકીલે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની સંયુક્ત બેન્ચ સમક્ષ ઉગ્ર રોષ પ્રદર્શિત કર્યો હતો. જ્યારે જસ્ટિસ મોહનાએ યોગ્ય પ્રક્રિયા અનુસર્યા વગર આ રીતે અચાનક મામલો ઉઠાવવા સામે સખત વાંધો નોંધાવ્યો ત્યારે માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો હતો.

CJI સૂર્યકાંત દ્વારા વકીલને સંયમ રાખવા અને થોડી રાહ જોવા માટે નમ્રતાપૂર્વક સમજાવવામાં આવ્યા હોવા છતાં, વકીલે તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી અને CJI પર સીધા વ્યક્તિગત પ્રહારો કર્યા હતા. વકીલે જાહેરમાં અપમાનજનક શબ્દો ઉચ્ચારતા કહ્યું હતું કે તેઓ તે પદ અને ખુરશી માટે લાયક નથી તેમજ તેમનામાં નૈતિકતા કે પ્રામાણિકતાનો અભાવ છે. જોકે, બેન્ચમાં સામેલ અન્ય ન્યાયાધીશો પ્રત્યે સન્માન વ્યક્ત કરનાર આ વકીલની ગેરવર્તણૂકને ગંભીરતાથી લઈને તુરંત જ કોર્ટના સુરક્ષાકર્મીઓને હરકતમાં લાવવામાં આવ્યા હતા અને તેમને બળપૂર્વક કોર્ટરૂમની બહાર ખદેડી મૂકવામાં આવ્યા હતા.

LATEST ARTICLES