JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ભારતીય ડીપ ટેક સેક્ટરમાં સોદો કરવામાં ઉછાળો પરંતુ મૂડી રોકાણના મામલે ભારે અછત યથાવત

ભારતીય ડીપ ટેક સેક્ટરમાં સોદો કરવામાં ઉછાળો પરંતુ મૂડી રોકાણના મામલે ભારે અછત યથાવત
ભારતીય ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક સ્તરે ૧૨.૮ ટકા ફંડિંગ રાઉન્ડ મેળવવામાં સફળ રહ્યા છે, પરંતુ તેની સામે માત્ર ૧.૬ ટકા જ મૂડી રોકાણ આકર્ષી શક્યા છે. રિપોર્ટ અનુસાર આ અસમતુલા ખાસ કરીને સિરીઝ એ અને બી સ્ટેજ પર સૌથી વધુ જોવા મળે છે.

'સ્પેસિયલે ઇન્વેસ્ટ' દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, ભારતીય ડીપ ટેક સેક્ટરે વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી છે અને વર્ષ ૨૦૨૫માં કુલ વૈશ્વિક ફંડિંગ રાઉન્ડમાં ૧૨.૮ ટકા હિસ્સો નોંધાવ્યો છે. છેલ્લા એક દાયકામાં આ ક્ષેત્રે ૧,૪૧૪ ફંડિંગ રાઉન્ડ સાથે વૈશ્વિક સ્તરે ચોથું સ્થાન મેળવ્યું છે, પરંતુ કુલ નાણાકીય ભંડોળના મામલે તે ૩.૮ અબજ ડોલર સાથે ૧૨મા ક્રમે પાછળ રહી ગયું છે. માત્ર વર્ષ ૨૦૨૫ દરમિયાન જ ભારતમાં ડીપ ટેક રોકાણ વધીને ૯૧૪ મિલિયન ડોલર સુધી પહોંચ્યું હોવા છતાં, વૈશ્વિક સ્તરની સરખામણીમાં મળતી મૂડીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે જે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

આ અહેવાલમાં ભારતીય ડીપ ટેક માર્કેટના મુખ્ય કેપિટલ બોટલનેક એટલે કે મૂડીની અછતના પ્રશ્નને ઉજાગર કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને 'સિરીઝ એ' અને 'સિરીઝ બી' તબક્કે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ભારતમાં સરેરાશ ડીપ ટેક સીડ રાઉન્ડ ૧.૩૩ મિલિયન ડોલરનો રહે છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ સરેરાશ ૫.૭૮ મિલિયન ડોલર છે, જે બંને વચ્ચે ૪.૩ ગણો મોટો તફાવત દર્શાવે છે. વધુમાં, સિરીઝ એ અને બી રાઉન્ડમાં વૈશ્વિક સરેરાશ ૫૫.૫ મિલિયન ડોલર સામે ભારતની સરેરાશ માત્ર ૧૧.૫ મિલિયન ડોલર છે, એટલે કે અહીં ૪.૮ ગણી મોટી ખીણ જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે ભારતે ૨૦૨૫માં વૈશ્વિક ડીપ ટેક સીડ ડોલરનો ૫.૬ ટકા હિસ્સો મેળવ્યો હતો, જે સિરીઝ એ અને બી માં ઘટીને ૧.૬ ટકા અને અંતિમ તબક્કાના પ્રાઇવેટ ઇક્વિટી રાઉન્ડમાં ઘટીને માત્ર ૦.૯ ટકા જ રહી ગયો હતો.

આ પડકારો છતાં, 'સ્પેસિયલે ઇન્વેસ્ટ'ના મેનેજિંગ પાર્ટનર વિશેષ રાજારામે આશાવાદ વ્યક્ત કર્યો છે કે આગામી પાંચ વર્ષમાં આરડીઆઈ ફંડ અને વધતી જતી માંગને કારણે આ ખા્લીપો પુરાઈ જશે. દેશના યુવા ટેલેન્ટ, સંરક્ષણ અને અંતરિક્ષ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની નેમ તેમજ આયાત બિલ ઘટાડવાની ભૂઓ રાજકીય પરિસ્થિતિ આ વિકાસને વેગ આપી રહી છે. સેમિકન્ડક્ટર અને સ્પેસ સેક્ટર આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષિત કરી રહ્યા છે ત્યારે સંરક્ષણ ક્ષેત્રને વધુ સરકારી મૂડીની જરૂરિયાત છે. ભારતની આ ઇકોસિસ્ટમમાં જ્યાં દર ૧૦૦ સીડ રાઉન્ડ પાછળ માત્ર ૨૩ સિરીઝ એ કે બી અને માત્ર ૧ જ લેટ-સ્ટેજ રાઉન્ડ મળે છે, ત્યાં આગામી સમયમાં શૈક્ષણિક સંસ્થાઓથી લઈને વેન્ચર કેપિટલ સુધીના તમામ ક્ષેત્રોના સહયોગથી પરિસ્થિતિ ઝડપથી બદલાશે તેવી પૂરી સંભાવના છે.

LATEST ARTICLES