JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના ચેરમેનપદે જય શાહની બિનહરિફ પુનઃનિયુક્તિ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના ચેરમેનપદે જય શાહની બિનહરિફ પુનઃનિયુક્તિ
બાલી ખાતે યોજાયેલી આઈસીસી બોર્ડની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લઈને જય શાહને બીજી ટર્મ માટે ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. લોસ એન્જલસ ઓલિમ્પિક ૨૦૨૮માં ક્રિકેટના પુનરાગમન અને વૈશ્વિક વિસ્તરણ માટે તેમના નેતૃત્વને અત્યંત મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારતનો દબદબો વધુ એકવાર મજબૂત સાબિત થયો છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન પદે જય શાહની બીજી મુદત માટે બિનહરીફ પુનઃનિયુક્તિ કરવામાં આવી છે. ઇન્ડોનેશિયાના બાલી ખાતે મળેલી આઈસીસી બોર્ડની મહત્ત્વપૂર્ણ બેઠકમાં ડિરેક્ટરો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વૈશ્વિક સંચાલક મંડળ દ્વારા લેવાયેલા આ નિર્ણત્રથી ક્રિકેટના ક્ષેત્રમાં ભારતની વધતી નેતૃત્વ ક્ષમતા અને પ્રભાવની વૈશ્વિક સ્વીકૃતિ સ્પષ્ટપણે જોવા મળે છે.

ક્રિકેટના વૈશ્વિક વિસ્તરણ, ચાહકોની વધતી સંખ્યા અને વ્યાવસાયિક વિકાસના આ નિર્ણાયક તબક્કે આઈસીસી બોર્ડે જય શાહના કુશળ નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આગામી સમયમાં લોસ એન્જલસ ઓલિમ્પિક ૨૦૨૮માં ક્રિકેટ રમતનું પુનરાગમન થવા જઈ રહ્યું છે, ત્યારે રમતના પાયા મજબૂત કરવા, મહિલા ક્રિકેટના સતત વિકાસને પ્રોત્સાહન આપવા અને એસોસિયેટ સભ્યો માટે નવી તકો ઊભી કરવા માટે આ નિયુક્તિ સીમાચિહ્નરૂપ સાબિત થશે. ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે સહિત અનેક મોટા ક્રિકેટ બોર્ડના વડાઓએ પણ આ બદલાતા સમયમાં પરંપરા અને નવીનતા વચ્ચે સંતુલન જાળવવા માટે જય શાહના વિઝનને બિરદાવ્યું છે.

પોતાની પુનઃનિયુક્તિ પર કૃતજ્ઞતા વ્યક્ત કરતા આઈસીસી ચેરમેન જય શાહે જણાવ્યું હતું કે રમતગમતના ઇતિહાસના આ અત્યંત રોમાંચક તબક્કામાં નેતૃત્વ કરવું એ સન્માનની સાથે મોટી જવાબદારી પણ છે. ઓલિમ્પિક ૨૦૨૮નો પ્રવેશ નવી પેઢીના ખેલાડીઓને પ્રેરિત કરવાની અસાધારણ તક પૂરી પાડશે અને આગામી પેઢીઓ માટે એક કાયમી વારસો છોડવાનો અમારો મુખ્ય નિર્ધાર રહેશે. વિશ્વભરના ક્રિકેટ જગતના દિગ્ગજોએ આશા વ્યક્ત કરી છે કે તેમના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નવી ઊંચાઈઓ સર કરશે અને વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય બનશે.

LATEST ARTICLES