JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

લખતરના ઢાંકી ગામે મૈત્રી કરાર બાબતે બોલાચાલી બાદ બે પરિવારો વચ્ચે ઉગ્ર મારામારી

લખતરના ઢાંકી ગામે મૈત્રી કરાર બાબતે બોલાચાલી બાદ બે પરિવારો વચ્ચે ઉગ્ર મારામારી
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ગામે યુવક અને યુવતીના મૈત્રી કરારના મામલે બે પરિવારો વચ્ચે તગ્ર બોલાચાલી બાદ લોહિયાળ જંગ ખેલાયો હતો. આ બનાવમાં સામસામે હુમલો થતાં બંને પક્ષના ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ઢાંકી ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મૈત્રી કરાર જેવા અંગત મામલાને લઈને બે પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલતું મનદુઃખ હિંસામાં પરિણમ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, ધનજીભાઈ ભીખાભાઈ જમોડ નામના ૪૮ વર્ષીય ખેડૂત દંપતીના પુત્ર ચીરાગે ગામના જ ભરત ભયલાલભાઈ કમેજળીયાની સાળી સાથે મૈત્રી કરાર કર્યો હતો. આ સંબંધને સ્વીકારવા તૈયાર ન હોય તેવા પરિવારો વચ્ચે અગાઉથી જ તણાવ ચાલી રહ્યો હતો, જે ગત ૪ નવેમ્બરના રોજ ચરમસીમાએ પહોંચ્યો હતો અને બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા.

ઘટનાના દિવસે બોલાચાલી એટલી હદે વધી ગઈ કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ધનજીભાઈની ફરિયાદ મુજબ, ભરત કમેજળીયા અને તેમની પત્ની જાગૃતીબેને જૂનીદુવા રાખીને ધનજીભાઈ તથા તેમના પત્ની ગીતાબેન પર લાકડીઓ અને લોખંડની કોશ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અચાનક થયેલા હુમલામાં દંપતી ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક પ્રથમ લખતર સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બીજી બાજુ, સામા પક્ષેથી પણ જાગૃતીબેન કમેજળીયાએ લખતર પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદ નોંધાવી છે કે ચીરાગ સાથેના મૈત્રી કરારના વિવાદને લઈને તેમને પણ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે લખતર પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધીને કુલ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ આ લોહિયાળ સંઘર્ષ પાછળના હજુ સુધીના તમામ કારણોની ઊંડાણપૂર્વક તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.બી. વાળા દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેણે ગામમાં પણ ચર્ચાનો વિષય બનાવ્યો છે.

LATEST ARTICLES