JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

કેન્સરને હરાવી રાજકુમારી કેટે પ્રિન્સ વિલિયમ સાથે ભારતની ઐતિહાસિક મુલાકાત શરૂ કરી

કેન્સરને હરાવી રાજકુમારી કેટે પ્રિન્સ વિલિયમ સાથે ભારતની ઐતિહાસિક મુલાકાત શરૂ કરી
કેન્સરની સારવાર બાદ બ્રિટનની પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ પોતાના પતિ પ્રિન્સ વિલિયમ સાથે મુંબઈમાં યોજાનારા પ્રતિષ્ઠિત 'અર્થશોટ પ્રાઇઝ' એવોર્ડ સમારોહમાં સામેલ થવા ભારત આવી પહોંચ્યા છે.

બ્રિટિશ રાજપરિવાર માટે અત્યંત ખાસ એવી આ ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન પ્રિન્સ વિલિયમ અને કેટે મુંબઈમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ પ્રવાસનો મુખ્ય આકર્ષણ દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલો 'અર્થશોટ પ્રાઇઝ' એવોર્ડ સમારોહ છે, જે મંગળવારે યોજાવાનો છે. વર્ષ ૨૦૨૦માં પ્રિન્સ વિલિયમ દ્વારા શરૂ કરાયેલા આ પુરસ્કારનો હેતુ પર્યાવરણીય સમસ્યાઓના અનોખા અને વ્યવહારુ ઉકેલો શોધતા સાહસિકોને પ્રોત્સાહિત કરવાનો છે. આ વૈશ્વિક પ્લેટફોર્મ અંતર્ગત પાંચ વિજેતાઓને તેમના પ્રોજેક્ટ્સને વિસ્તારવા માટે પ્રત્યેકને ૧૦ લાખ પાઉન્ડની આર્થિક સહાય અર્પણ કરવામાં આવે છે, જેથી પર્યાવરણ પ્રત્યે નિરાશાને બદલે સકારાત્મક ઉકેલો તરફ દુનિયાનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય.

પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ માટે આ વિદેશ પ્રવાસ અંગત અને સત્તાવાર બંને રીતે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ૨૦૨૪માં પ્રિવેન્ટિવ કીમોથેરાપીની સારવાર લીધા બાદ આ તેમનો સૌથી મોટો વિદેશી પ્રવાસ છે. ભલે તેઓ હવે કેન્સર મુક્ત (રેમિશન) છે, પરંતુ આ ગંભીર બીમારીએ તેમના જીવન પર ઊંડી અસર છોડી છે અને તેઓ હજુ પણ પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને ધીમે-ધીમે જાહેર જીવનમાં સક્રિય થઈ રહ્યા છે. અગાઉ તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પુનઃપ્રાપ્તિનો માર્ગ સીધો નથી હોતો અને સારા-ખરાબ દિવસો આવતા રહે છે. આમ છતાં, પર્યાવરણ અને જમીની સ્તરના વિકાસ માટેના આ અભિયાનમાં પતિનો સાથ આપવા માટે તેમણે આ વિશેષ પ્રવાસ કરવાનું નક્કી કર્યું છે.

આ ભવ્ય એવોર્ડ સમારોહને વધુ યાદગાર બનાવવા માટે બોલિવૂડ અને ક્રિકેટ જગતના દિગ્ગજો પણ હાજરી આપવાના છે, જેમાં ક્રિકેટ જગતના મહાનુભાવ સચિન તેંડુલકર, લોકપ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટ, અભિનેતા રામી મલેક અને બ્રિટિશ પોપ ગ્રૂપ 'ટેક ધેટ' મુખ્ય આકર્ષણ રહેશે. 'ટેક ધેટ' બેન્ડ ભારતમા પ્રથમવાર લાઈવ પર્ફોર્મન્સ આપીને આ વૈશ્વિક મંચની શોભા વધારશે. પર્યાવરણની સાથોસાથ આ રાજવી દંપતી ભારતીય ક્રિકેટ, ફેશન અને સિનેમા જગત સાથે જોડાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સહભાગી બનશે, જે ભારત અને બ્રિટન વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવશે.

LATEST ARTICLES