JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં બજરંગ ઢોસાની ચટણીમાંથી વંદો નીકળતા ફૂડ વિભાગની કડક કાર્યવાહી

| By JAMNAGAR MIRROR
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં બજરંગ ઢોસાની ચટણીમાંથી વંદો નીકળતા ફૂડ વિભાગની કડક કાર્યવાહી
ડોક્ટરના પરિવારને થયેલા કડવા અનુભવ અને વાયરલ વીડિયો બાદ રેસ્ટોરન્ટને ત્રણ દિવસ બંધ રાખવા આદેશ

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલી બજરંગ ઢોસા સેન્ટરમાં જમવા ગયેલા ડો. ભાવેશ વ્યાસ અને તેમના પરિવારને જમવા દરમિયાન ચટણીમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી હતી. આ બાબતે દુકાનદારના જવાબથી નારાજ થઈને ગ્રાહક દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી હતી અને ફૂડ સેફ્ટી વિભાગ પાસે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ ફૂડ વિભાગની ટીમ દ્વારા બજરંગ ઢોસામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરતા બજરંગ ઢોસાને ત્રણ દિવસ સુધી દુકાન બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, તંત્ર દ્વારા દુકાનમાં સંપૂર્ણ સફાઈ રાખવા, જીવાતોનો ઉપદ્રવ દૂર કરવા પેસ્ટ કંટ્રોલ કરાવવા અને ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા તેમજ ગુણવત્તા જાળવવા માટે પણ કડક આદેશ આપવામાં આવ્યા છે.

LATEST ARTICLES