JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ગુજરાતી મૂળના ડૉ. આરતી શાહ નક્કી કરશે Nvidiaના CEO જેન્સન હુઆંગનું ભવિષ્ય

| By JAMNAGAR MIRROR
ગુજરાતી મૂળના ડૉ. આરતી શાહ નક્કી કરશે Nvidiaના CEO જેન્સન હુઆંગનું ભવિષ્ય
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની Nvidiaના સીઇઓ જેન્સન હુઆંગ અંગત વિવાદોમાં ઘેરાયા છે, ત્યારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ ગુજરાતી મૂળના ડૉ. આરતી શાહની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહી છે.

વિશ્વની અગ્રણી AI ચિપમેકર કંપની એનવીડિયા (Nvidia) હાલમાં તેના સહ-સ્થાપક અને સીઇઓ જેન્સન હુઆંગના ગંભીર અંગત વિવાદોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. જેન્સન હુઆંગનું ચીની જાસૂસ સાથે અફેર હોવાની અશંકા અને કંપનીની અન્ય મહિલા કર્મચારી સાથેના સંબંધોના અહેવાલો બહાર આવતા કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચ્યો છે. આ ગંભીર મામલાને પગલે કંપનીના બોર્ડ દ્વારા એક સ્વતંત્ર તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં એનવીડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઓડિટ કમિટીના સભ્ય એવા ભારતીય મૂળના ડૉ. આરતી શાહનું નામ સૌથી મોખરે ચર્ચાઈ રહ્યું છે.

ડૉ. આરતી શાહની પ્રેરણાદાયી શૈક્ષણિક અને વ્યાવસાયિક સફર ગુજરાત યુનિવર્સિટીથી શરૂ થઈને અમેરિકાના કોર્પોરેટ શિખરો સુધી પહોંચી છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગણિત અને આંકડાશાસ્ત્રમાં સ્નાતક અને અનુસ્નાતક થયા બાદ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી એપ્લાઈડ સ્ટેટિસ્ટિક્સમાં પીએચડીની પદવી મેળવી હતી. ત્યારબાદ અમેરિકાની દિગ્ગજ ફાર્માસ્યુટિકલ કંપની 'ઇલી લિલી' (Eli Lilly) માં ૨૭ વર્ષ સુધી સેવાઓ આપીને તેઓ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ઇન્ફોર્મેશન એન્ડ ડિજિટલ ઓફિસર જેવા શીર્ષ હોદ્દા સુધી પહોંચ્યા હતા. ટેકનોલોજી, સાયબર સિક્યોરિટી અને ડેટા સાયન્સનો બહોળો અનુભવ ધરાવતા હોવાને કારણે નવેમ્બર ૨૦૨૦માં એનવીડિયાએ તેમને પોતાના બોર્ડમાં સામેલ કર્યા હતા.

હાલમાં જેન્સન હુઆંગ સામેના આરોપોને લઈને કંપનીના બોર્ડે સ્વતંત્ર તપાસ સમિતિ રચી છે અને કાનૂની નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. જોકે, કોઈ એકલા ડિરેક્ટર પાસે સીઇઓ જેવા મોટા પદ પર રહેલા વ્યક્તિને સીધા હટાવવાની સત્તા હોતી નથી, અને આવા નિર્ણયો તમામ ૧૧ ડિરેક્ટર્સ દ્વારા સામૂહિક રીતે લેવામાં આવે છે. તેમ છતાં, ઓડિટ કમિટી અને કોર્પોરેટ ગવર્નન્સ સાથે સંકળાયેલા ડૉ. આરતી શાહ જેવા અનુભવી બોર્ડ સભ્યોની આ આખી પ્રક્રિયામાં ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જે આગામી સમયમાં ટેક જાયન્ટ એનવીડિયાના ભવિષ્યની દિશા નક્કી કરશે.

LATEST ARTICLES