દેશભરના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં યુિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા એન્જિનિયરિંગ સર્વિસિસ એક્ઝામિનેશન (ESE) ૨૦૨૭ માટે સત્તાવાર પરીક્ષા સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ, આગામી વર્ષે યોજાનારી પ્રિલિમિનરી પરીક્ષા ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ બે અલગ-અલગ શિફ્ટમાં લેવામાં આવશે, જ્યારે મુખ્ય પરીક્ષા ૧૮ જૂ ૨૦૨૭ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ પર જઈને આખું કેલેન્ડર ચકાસી શકે છે અને પોતાની રણનીતિ વધુ મજબૂત બનાવી શકે છે.
પરીક્ષાના માળખાની વાત કરીએ તો, પ્રિલિમિનરી પરીક્ષામાં કુલ ૫૦૦ ગુણના બે હેતુલક્ષી પેપરનો સમાવેશ થાય છે. પ્રથમ પેપર જનરલ સ્ટડીઝ અને એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડનું રહેશે, જે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન ૨૦૦ ગુણ માટે લેવાશે. જ્યારે બીજું પેપર ઉમેદવારના પસંદગીના એન્જિનિયરિંગ વિષય માટે બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન ૩૦૦ ગુણનું રહેશે. આ પરીક્ષામાં ઉમેદવારો સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન - એમ ચાર મુખ્ય શાખાઓમાંથી કોઈપણ એકમાં ઉપસ્થિત રહી શકે છે. પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો જ મુખ્ય પરીક્ષામાં આગળ વધી શકશે, જેમાં સમગ્ર પસંદગી પ્રક્રિયા પ્રિલિમ, મેઈન અને પર્સનાલિટી ટેસ્ટ એમ કુલ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે.
ઉમેદવારો પોતાની સરળતા માટે યુપીએસસીની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને સરળતાથી આ ટાઈમટેબલ ડાઉનલોડ કરી શકે છે. વેબસાઇટના હોમપેજ પર આપેલા નોટિફિકેશન કે એક્ઝામિનેશન સેક્શનમાં જઈને 'એન્જિનિયરિંગ સર્વિસિસ (પ્રિલિમિનરી) એક્ઝામિનેશન ૨૦૨૭' લિંક શોધી શકાશે. આ લિંક ઓપન કરીને પરીક્ષાની તારીખો અને સમય ચકાસીને પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી લેવું, જેથી ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ કે કોપી પોતાની પાસે સુરક્ષિત રાખી શકાય.
