JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની ધમકીથી હડકંપ, અમિતાભ બચ્ચનનો બંગલો અને એરપોર્ટ નિશાના પર

| By JAMNAGAR MIRROR
મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની ધમકીથી હડકંપ, અમિતાભ બચ્ચનનો બંગલો અને એરપોર્ટ નિશાના પર
દેશના આર્થિક પાટનગર મુંબઈમાં એરપોર્ટ, બેંકો અને અમિતાભ બચ્ચનના બંગલા સહિતના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.

દેશના આર્થિક કેન્દ્ર સમાન મહાનગર મુંબઈને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. એક અજ્ઞાત ઈમેલ દ્વારા મુંબઈના અનેક વ્યૂહાત્મક અને જાણીતા સ્થળોને નિશાન બનાવીને ત્યાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરવાની યોજના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ધમકીભર્યા સંદેશને કારણે મુંબઈ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ ત્વરિત હરકતમાં આવી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દેવામાં આવી છે. શહેરના ખૂણે-ખૂણે હાલ હાઈ એલર્ટ જાહેર કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ ઈમેલમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રખ્યાત બંગલા 'જલસા', મુંબઈના મેયરની ઓફિસ, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વિવિધ બેંકો, અદાલતો અને મહાલક્ષ્મી રેસકોર્સ જેવા સંવેદનશીલ સ્થળોનો સમાવેશ થાય છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDS) અને ડોગ સ્કવોડની ટિંકએ તાત્કાલિક ઉક્ત તમામ સ્થળો પર પહોંચીને ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ સ્થળોએ આવતા-જતા લોકો પર કડી નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ધમકીભર્યા ઈમેલમાં 'ખાલિસ્તાન નેશનલ આર્મી' નામના સંગઠનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં એન્જિનિયર ગુરંખ સિંહ, રુકન શાહવાલા તથા ડૉ. ગુરનિર્વેર સિંહ ખાન રાજાડા જેવા શખ્સોના નામ પણ સામેલ છે. ઈમેલમાં ચોક્કસ સમયનો ઉલ્લેખ કરીને ધમકીઓ અપાઈ છે, જેમાં બપોરે ૧:૧૧ વાગ્યે પંજાબ નેશનલ બેંકની શાખા, રાત્રે ૯:૧૧ વાગ્યે એરપોર્ટ અને મહાલક્ષ્મી સ્ટેડિયમ ખાતે બ્લાસ્ટ કરવાની વાત કહેવામાં આવી છે. હાલ સુરક્ષા દળો દરેક પાસાથી આ મામલાની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છે પરંતુ આ ઈમેલ મોકલનાર અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

LATEST ARTICLES