JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

મલ્ટી કોમોડિટી માર્કેટમાં ઉથલ-પાથલ: સોનું ૧.૪૦ લાખથી નીચે ગગડ્યું, જ્યારે ચાંદીમાં તેજી યથાવત

| By JAMNAGAR MIRROR
મલ્ટી કોમોડિટી માર્કેટમાં ઉથલ-પાથલ: સોનું ૧.૪૦ લાખથી નીચે ગગડ્યું, જ્યારે ચાંદીમાં તેજી યથાવત
મલ્ટી કોમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુઓની ચાલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં વૈશ્વિક અને સ્થાનિક પરિબળોને કારણે સોનાના ભાવ ઘટીને ૧.૪૦ લાખ રૂપિયાની સપાટીથી નીચે સરકી ગયા છે, જ્યારે ચાંદીની ચમક હજુ પણ અકબંધ રહી છે.

સ્થાનિક અને વૈશ્વિક વાયદા બજારમાં સોનાના ભાવ પર સતત દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે સોનું ૧,૪૦,૦୦૦ રૂપિયાના મહત્વના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે ગગડી ગયું છે. તાજેતરના કારોબારમાં સોનાના ૪ ડિસેમ્બરના વાયદામાં નોંધપાત્ર નરમાઈ નોંધાઈ છે અને તે ૧,૩૯,૮૪૬ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહની સરખામણી કરીએ તો સોનામાં પ્રતિ ૧૦ ગ્રામ આશરે ૩,૦૦૦ રૂપિયાનો મોટો ઘટાડો આવ્યો છે, જે ગત ૪ નવેમ્બરે ૧.૪૩ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું ૦.૪૭ ટકાના ઘટાડા સાથે ૪,૦૧૧.૨૦ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

સોનાની બજારમાં મંદી જોવા મળી રહી છે તેની બિલકુલ વિપરીત સ્થિતિ ચાંદીના બજારમાં સર્જાઈ છે, જ્યાં રોકાણકારોનો ભારે રસ અને મજબૂતી જોવા મળી રહી છે. ૪ ડિસેમ્બર ૨૦૨૬ના ચાંદીના વાયદામાં મોટો ઉછાળો નોંધાઈને ભાવ ૧,૮૪,૨૮૬ રૂપિયાના સ્તરે બોલાઈ રહ્યા છે, જેમાં દિવસ દરમિયાન આશરે ૩,૮૯૫ રૂપિયાની ઉથલ-પાથલ જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચાંદી ૨ ટકાના મજબૂત ઉછાળા સાથે ૫૨.૩૦ ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી છે. જોકે લાંબા ગાળાના આંકડા જોઈએ તો ૪ નવેમ્બરે ચાંદી ૧.૮૭ લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હાલ ૧.૮૪ લાખ રૂપિયાની આસપાસ સ્થિર થવા મથામણ કરી રહી છે.

કિંમતી ધાતુઓની આ અસ્થિર ચાલ પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ અને આર્થિક ડેટા જવાબદાર છે. વૈશ્વિક સ્તરે તણાવ હળવો થઈ રહ્યો છે અને ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતી તરફ આગળ વધવાના સંકેતો મળ્યા છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ ગણાતા સોના-ચાંદીમાંથી મૂડી પાછી ખેંચી રહ્યા છે. વળી, અમેરિકામાં મોંઘવારીના તાજેતરના આંકડા જાહેર થયા બાદ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ફરી વધારો થવાની પ્રબળ સંભાવનાઓ છે, જેની સીધી અસર કિંમતી ધાતુઓના ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ પર પડી રહી છે.

LATEST ARTICLES