દિવાળીના આનંદ અને ઉત્સાહના માહોલ વચ્ચે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના એક ગામમાં દુર્ઘટના સર્જાઈ હતી. રાષ્ટ્રપતિના અંગરક્ષક (President's Bodyguard) તરીકે ફરજ બજાવતા ૨૬ વર્ષીય સૌરભ તોમર રજા લઈને પોતાના વતન આવ્યા હતા. દિવાળીની રાત્રે તેઓ પોતાના ભાઈઓ વિનીત અને મિંકુ સાથે ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યા હતા, તે દરમિયાન પડોશીઓ સાથે કોઈક બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. આ સામાન્ય મૌખિક વિવાદ એટલો બગડી ગયો કે સામેવાળા પક્ષના ધીરજ અને તેના ભાઈી મનુ ઉર્ફે પ્રવીણે ઉશ્કેરાઈને હિંસાનો આશરો લીધો હતો.
વિવાદ ઉગ્ર બનતા આરોપી ધીરજે પોતાની પાસે રહેલી દેશી પિસ્તોલ કાઢીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. એક રાઉન્ડ ફાયરિંગ દરમિયાન દીવાલ સાથે અથડાઈને આવેલી ગોળી સીધી સૌરભ તોમરના કાનની પાછળના ભાગે માથામાં વાગી હતી, જેના કારણે તેઓ સ્થળ પર જ ફસડાઈ પડ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે લાકડીઓથી મારામારી પણ થઈ હતી જેમાં અન્ય ભાઈઓને પણ ઈજાઓ પહોંચી હતી. અચાનક બનેલી આ ઘટનાથી ત્યા ઉપસ્થિત લોકોમાં ભારે ભય અને નાસભાગ મચી ગઈ હતી અને આરોપીઓ અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ લોહીલુહાણ હાલતમાં સૌરભને તાત્કાલિક બારાતની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેમને મેરઠ રિફર કરવામાં આવ્યા હતા. પરિવારના નિર્ણય મુજબ તેમને મેરઠની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમે જટિલ ઓપરેશન કરીને તેમના માથામાંથી ગોળી સફળતાપૂર્વક બહાર કાઢી લીધી છે. હાલ તેઓ આઈસીયુમાં છે અને તેમની પ્રકૃતિ અત્યંત નાજુક બતાવાઈ રહી છે. આ મા અંગે પીડિત પિતાની ફરિયાદના આધારે પોલીસે સંબંધિત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરમાડ માટે સઘન તપાસ શરૂ કરી છે.
