બ્રિટિશ હાસ્ય કલાકકાર અને અભિનેતા રસેલ બ્રાન્ડને સોમવારે લંડનના સાઉથવર્ક ક્રાઉન કોર્ટ દ્વારા એક પ્રશંસક સાથે બળાત્કાર અને અન્ય ત્રણ મહિલાઓ પર હુમલો કરવાના ગંભીર ગુનામાં દોષિત ઠેરવતા ૧૦ વર્ષ અને ૬ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાએ મનોરંજન જગતમાં હલચલ મચાવી દીધી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર આ કલાકારની કારકિર્દી પર મોટો ડાઘ લાગ્યો છે. સ્ટેન્ડ-અપ કોમેડીથી લઈને ટેલિવિઝન અને હોલિવૂડ ફિલ્મો સુધીની લાંબી સફર ખેડનાર બ્રાન્ડના જીવનમાં આ અદાલતી નિર્ણયે એક મોટો વળાંક લાવ્યો છે, જેણે તેમના અગાઉના તમામ કલાત્મક પ્રદર્શનોને પાછળ છોડી દીધા છે.
પોતાની આગવી કૌશલ્ય શૈલી અને વિવાદાસ્પદ મજાકો માટે જાણીતા રસેલ બ્રાન્ડની કારકિર્દીમાં અનેક લોકપ્રિય ફિલ્મો અને ટીવી શો સામેલ છે. વર્ષ ૨૦૦૮ની રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'ફોર્ગોટિંગ સારા માર્શલ' દ્વારા તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી હતી, જેમાં તેમણે 'એલ્ડૌસ સ્નો' નામના રોક સ્ટારનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રની લોકપ્રિયતાને કારણે વર્ષ ૨૦૧०માં 'ગેટ હિમ ટુ ધ ગ્રીક' ફિલ્મમાં તેમને મુખ્ય ભૂમિકા મળી હતી. આ ઉપરાંત, તેમણે 'બેટડાઇમ સ્ટોરીઝ', 'હોપ', 'આર્થર', 'રોક ઓફ એજીસ' અને એનિમેટેડ ફિલ્મ 'ડેસ્પિકેબલ મી'માં ડૉ. નેફારિઓનો અવાજ આપીને પણ દર્શકોનું દિલ જીત્યું હતું. ટીલવિઝન ક્ષેત્રે પણ 'બિગ બ્રધર્સ બિગ માઉથ' અને 'રસેલ બ્રાન્ડ્સ પોન્ડરલેન્ડ' જેવા શો દ્વારા તેમણે બ્રિટિશ ટેલિવિઝન પર પોતાની મજબૂત પકડ બનાવી હતી.
વર્ષ ૧૯૭૫માં ઇંગ્લેન્ડના એસેક્સમાં જન્મેલા રસેલ બ્રાન્ડે વર્ષ ૨૦૦૦માં એમટીવી વીડિયો જર્નાલિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં એક સફળ સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તેમની વ્યક્તિગત જિંદગી પણ ઘણી ચર્ચામાં રહી છે, જેમાં વર્ષ ૨૦૧૦માં પોપ સ્ટાર કેટી પેરી સાથેના તેમના લગ્ન અને ત્યારબાદ ૨૦૧૨માં થયેલા છૂટાછેડાનો સમાવેશ થાય છે. તાજેતરમાં કાનૂની કાર્યવાહી અને દોષિત સાબિત થવાના ભય વચ્ચે તેમણે પોતાની ૫ મિલિયન પાઉન્ડની ઓક્સફર્ડશાયર સ્થિત મિલકત તેમની પત્ની લોરા ગેલચરના નામે સ્થાનાંતરિત કરવાના પ્રયાસો કર્યા હોવાનું પણ જમીન રજિસ્ટ્રીના રેકોર્ડમાંથી સામે આવ્યું છે.
