JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

વ્હાઇટ હાઉસ પાસે કાર અથડાતા મચી દોડધામ, સુરક્ષાને કારણે થોડો સમય કરાયું લોકડાઉન

Nov 09, 2026 | 21:55 | By JAMNAGAR MIRROR
વ્હાઇટ હાઉસ પાસે કાર અથડાતા મચી દોડધામ, સુરક્ષાને કારણે થોડો સમય કરાયું લોકડાઉન
વોશિંગ્ટનમાં યુએસ પ્રમુખના નિવાસસ્થાન પાસે એક કાર ટ્રાફિક સાઇનબોર્ડ સાથે અથડાતા વ્હાઇટ હાઉસને તાત્કાલિક સુરક્ષાના ભાગરૂપે થોડા સમય માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ ઘટના બની ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા.

સોમવારે બનેલી આ આશ્ચર્યજનક ઘટના અનુસાર, એક અનિયંત્રિત કાર અચાનક ફૂટપાથ કૂદીને વ્હાઇટ હાઉસ નજીક આવેલા એક માહિતી આપતા સાઇનબોર્ડ સાથે ધડાકાભેર અથાઈ હતી. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, આ અકસ્માત બાદ તરત જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કારના ડ્રાઇવરને જમીન પર સૂઈ જવા આદેશ આપ્યો હતો અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિક્રેટ સર્વિસે ત્યાં હાજર તમામ પત્રકારોને સુરક્ષિત રીતે અંદર મોકલી દીધા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ અકસ્માતના વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક સિલ્વર કલરની સેડાન કાર લાફાયેટ સ્ક્વેરના ઉત્તરીય છેડે આવેલા પેવ્ડ એરિયામાં પ્રવેશે છે અને સાઇનબોર્ડ સાથે અથડાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનમાંથી સફેદ ધુમાડો નીકળતો નજરે પડ્યો હતો. જોકે, આ ઘટના પાછળનું ચોક્કસ કારણ, ડ્રાઇવરની ઓળખ અને તેનો કોઈ ઈરાદો હતો કે કેમ તે અંગેની વિગતો હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવી નથી અને તેની તપાસ ચાલી રહી છે.

આ વિસ્તારની ભૌગોલિક રચના એવી છે કે ત્યાં વાહનો માટે ઝડપ પકડવી અત્યંત મુશ્કેલ હોય છે, કારણ કે ટ્રાફિક સિગ્નલ પર ડાબો વળાંક લેતા પહેલા વાહનોએ એક જ કોબલસ્ટોન લેનમાંથી પસાર થવું પડે છે. આમ છતાં ગાડી અથડાવાની આ ઘટનાએ વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા સ્થળો પૈકી એક એવા વ્હાઇટ હાઉસની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ખડા કરી દીધા છે. ઘટના સમયે રાષ્ટ્રપતિની અંદર હાજરી હોવાને કારણે સુરક્ષા એજન્સીઓએ કોઈ પણ જાતનું જોખમ ન લેતા તાત્કાલિક લોકડાઉનનો કડક અમલ કરાવ્યો હતો.

LATEST ARTICLES