JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ચીન સહિત ચાર દેશોમાંથી એલ્યુમિનિયમની આયાત સામે ભારતની એન્ટી-ડમ્પિંગ તપાસ શરૂ

Nov 09, 2026 | 21:45 | By JAMNAGAR MIRROR
ચીન સહિત ચાર દેશોમાંથી એલ્યુમિનિયમની આયાત સામે ભારતની એન્ટી-ડમ્પિંગ તપાસ શરૂ
ભારત સરકારે સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે ચીન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડથી થતી એલ્યુમિનિયમ પ્રોફાઇલ્સની આયાત સામે સત્તાવાર એન્ટી-ડમ્પિંગ તપાસ શરૂ કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR) દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

નવી દિલ્હી સ્થિત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR) દ્વારા એ એલ્યુમિનિયમ એક્સટ્રુઝન મેન્યુફૅક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALEMAI) ની રજૂઆતના આધારે ચીન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડમાંથી થતી એલ્યુમિનિયમની આયાત સામે એન્ટી-ડમ્પિંગ તપાસનો આરંભ કરવામાં આવ્યો છે. આ તપાસ માટે ૧ એપ્રિલ, ૨૦૨૫ થી ૩૦ જૂન, ૨૦૨૬ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે નુકસાનના આકલન માટેનો સમયગાળો ૨૦૨૨-૨૩થી શરૂ થઈને ૩૦ જૂન, ૨૦૨૬ સુધીનો રહેશે.

એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, આ ચારેય દેશોમાંથી મોટા પ્રમાણમાં ઓછી કિંમતે થઈ રહેલી ડમ્પિંગ આયાતના કારણે ભારતીય ઘરેલુ ઉદ્યોગને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ALEMAI દેશના ૨૨૮ ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ આ એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સનો ઉપયોગ આર્કિટેક્ચર, ઇન્ડસ્ટ્રીયલ, ટ્રાન્સપોર્ટ અને સોલાર માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં કરે છે. આ સસ્તી આયાતને કારણે સ્થાનિક બજારમાં કિંમતોનું સંતુલન બગડ્યું છે અને ઉત્પાદકોને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે.

પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ડમ્પિંગ આયાતને કારણે ભારતીય કંપનીઓની પ્રોફિટબિલિટીમાં મોટો ઘટાડો થયો છે અને તેઓ કેશ પ્રોફિટ તથા કેપિટલ એમ્પ્લોયડ પરના વળતર બાબતે પણ સંઘર્ષ કરી રહી છે. આ ઉપરાંત, ઉત્પાદન ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ પણ થઈ શકતો નથી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડીજીટીઆર (DGTR) એ આયાતના અસ્તિત્વ, તેના વ્યાપ અને તેની અસરોનું મૂલ્યાંકન કરવા માટે પોતાની મેળે (suo motu) આ સત્તાવાર તપાસ પ્રક્રિયા હાથ ધરી છે.

LATEST ARTICLES